આરટીઓ કચેરી ખાતે ટેસ્ટ માટે આવેલા અરજદારોને માર્ગ સલામતી અને ડ્રાઇવિંગના નિયમો અંગે અપાઈ માહિતી
ભાવનગર,04 નવેમ્બર (હિ.સ.) : ભાવનગરની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આરટીઓ) ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે આવતા અરજદારોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ આવે તે હેતુથી રોડ સેફ્ટી અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં આરટીઓ કચેરી ખાતે
RTO દ્વારા કરવામાં આવેલ કામગીરી


ભાવનગર,04 નવેમ્બર (હિ.સ.) : ભાવનગરની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આરટીઓ) ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે આવતા અરજદારોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ આવે તે હેતુથી રોડ સેફ્ટી અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં આરટીઓ કચેરી ખાતે લર્નિંગ લાયસન્સ તથા ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત ટેસ્ટ માટે આવેલા અરજદારો અને વાહનચાલકોને માર્ગ સલામતીના વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. ખાસ કરીને વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, ટ્રાફિક સંકેતોને સમજવા, વાહનની ગતિ મર્યાદામાં રાખવી, હેલ્મેટ અને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવો તેમજ વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત માર્ગ અકસ્માતની સ્થિતિમાં ઘાયલ વ્યક્તિને તાત્કાલિક સારવાર મળી રહે અને તેનો જીવ બચાવી શકાય તે માટેની રાહવીર (Raahveer) યોજના અંગે માહિતી આપવામાં આવી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને સમયસર હોસ્પિટલ પહોંચાડનાર મદદગાર નાગરિકોને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસો વિશે પણ સમજાવવામાં આવ્યું હતું.

સાથે જ અકસ્માતના ભોગ બનેલા લોકોને કેશલેસ સારવારની સુવિધા પૂરી પાડતી પીએમ-રાહત (PM-RAHAT) યોજના અંગે પણ અરજદારોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ વાહનચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાનો, જવાબદાર ડ્રાઇવિંગની ભાવના વિકસાવવાનો અને માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવાનો રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande