રાજકોટ મનપાના વર્ગ-4ના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત
રાજકોટ, 04 નવેમ્બર (હિ.સ.) : દિવાળી પર્વ પૂર્વે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ગ-4ના કર્મચારીઓ માટે બોનસની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારના ધોરણે લેવાયેલા આ નિર્ણયથી મનપાના આશરે બે હજાર જેટલા કર્મચારીઓને રૂ. 1.40 કરોડનો પ્રત્યક્ષ આર્
રાજકોટ કોર્પોરેશન


રાજકોટ, 04 નવેમ્બર (હિ.સ.) : દિવાળી પર્વ પૂર્વે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ગ-4ના કર્મચારીઓ માટે બોનસની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારના ધોરણે લેવાયેલા આ નિર્ણયથી મનપાના આશરે બે હજાર જેટલા કર્મચારીઓને રૂ. 1.40 કરોડનો પ્રત્યક્ષ આર્થિક લાભ મળશે. તહેવારો ટાણે જ થયેલી આ જાહેરાતથી કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

મનપા તંત્ર દ્વારા વર્ગ-4ના દરેક પાત્ર કર્મચારીને રૂ. 7000 સુધીનું એડહોક બોનસ આપવામાં આવશે. આ રકમ આગામી એક-બે દિવસમાં જ કર્મચારીઓના બેંક ખાતામાં સીધી જમા કરી દેવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા વર્ગ-4ના સ્ટાફ માટે જાહેર કરાયેલી બોનસ નીતિને અનુસરીને મહાનગરપાલિકાએ પણ પોતાના કર્મચારીઓ માટે આ નિર્ણય અમલી બનાવ્યો છે.

આ બોનસ મેળવવા માટે ચોક્કસ શરતો નક્કી કરવામાં આવી છે. જે મુજબ વર્ષ 2025-26 દરમિયાન કર્મચારીએ ઓછામાં ઓછા સળંગ છ મહિના ફરજ બજાવેલી હોવી જરૂરી છે. આ ઉપરાંત, દૈનિક વેતનદાર કર્મચારીઓ માટે વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 240 દિવસની કામગીરી પૂર્ણ કરેલી હોવી ફરજિયાત છે. આ માપદંડો પૂર્ણ કરતા કર્મચારીઓને જ બોનસ ચૂકવવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande