'સેવ પોરબંદર સી' ની લડાઈ માટે ડો. નુતન ગોકાણીએ 'આપ'ને કહ્યું અલવિદા
પોરબંદર, 04 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પક્ષ સાથે જોડાયેલા ડો. નુતન ગોકાણીએ પક્ષના તમામ હોદ્દાઓ ઉપરાંત પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી સક્રિય રાજકારણ માંથી સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર
'સેવ  પોરબંદર સી'ની  લડાઈ માટે ડો. નુતન  ગોકાણીએ AAPને કહ્યું અલવિદા.


પોરબંદર, 04 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પક્ષ સાથે જોડાયેલા ડો.

નુતન ગોકાણીએ પક્ષના તમામ હોદ્દાઓ ઉપરાંત પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી

સક્રિય રાજકારણ માંથી સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર

કરી છે. આ અંગે તેમણે પક્ષના નેતા ઇસુદાન

ગઢવીને સંબોધીને રાજીનામા પત્ર પાઠવ્યો છે.

જોકે, તેમના આ નિર્ણય પાછળ કોઈ વ્યક્તિગત ના રાજગીકે રાજકીય મતભેદ નહીં, પરંતુ પોરબંદરના દરિયાને પ્રદૂષણથી બચાવવા શરૂ કરાયેલું

'Save Porbandar Sea – દરિયો બચાવો' જનઆંદોલન મુખ્ય કારણ હોવાનું તેમણે સ્પષ્ટ

કર્યું છે.

ડો. નુતન ગોકાણીએ રાજીનામા પત્રમાં જણાવ્યું છે કે છેલ્લા પાંચ વર્ષથી

જેતપુરનું પ્રદૂષિત પાણી

પોરબંદરના દરિયામાં ઠાલવવા માટે હાથ ધરવામાં આવેલા ડીપ સી એફ્લુએન્ટ પાઇપલાઇન પ્રોજેક્ટનો તેઓ વિરોધ કરી રહ્યાં છે.

પોરબંદરના પર્યાવરણ, દરિયાઈ જીવસૃષ્ટિ, માછીમાર સમાજ, સ્થાનિક રોજગાર અને આવનારી પેઢીઓના ભવિષ્યને બચાવવાના હેતુથી તેમણે 'Save Porbandar Sea' અભિયાન શરૂ કર્યું છે. તેમના મતે આ અભિયાન માત્ર વિરોધ પ્રદર્શન

પૂરતું સીમિત નથી, પરંતુ પોરબંદરના અસ્તિત્વ અને ભવિષ્યને બચાવવાની નૈતિક જવાબદારી છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે આ આંદોલન કોઈપણ રાજકીય પક્ષ, વિચારધારા કે રાજકીય સ્વાર્થ સાથે જોડાયેલું ન હોવું જોઈએ.

આ લડાઈ કોઈ એક પક્ષની નહીં, પરંતુ સમગ્ર પોરબંદરની જનતાની છે. આંદોલનને રાજકીય રંગ ન લાગેઅને પોરબંદરના નાગરિકો કોઈ પણ રાજકીય ઓળખ કે સંકોચ વિના આ અભિયાનમાં જોડાઈ શકે તે માટે તેમણે રાજકીય પક્ષ અને

સક્રિય રાજકારણ બંનેથી અલગ થવાનો નિર્ણય લીધો

છે. ડો. ગોકાણીએ સ્પષ્ટ કર્યું છે કે હવે

તેમની સંપૂર્ણ પ્રતિબદ્ધતા 'Save Porbandar Sea' અભિયાનને સમર્પિત રહેશે. દરિયાઈ

પ્રદૂષણ સામે લડત આપવા, પર્યાવરણનું રક્ષણ કરવા અને આ મુદ્દાને વ્યાપક જનઆંદોલનનું સ્વરૂપ

આપવા માટે તેઓ પોરબંદર વાસીઓની સાથે રહીને

સતત કાર્યરત રહેશે.

રાજીનામા પત્રના અંતમાં તેમણે પક્ષના હોદ્દેદારો, કાર્યકરો અને સાથીઓનો સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ

તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેઓ

રાજકારણમાંથી નિવૃત્તિ લઈ રહ્યાં છે, પરંતુ પોરબંદરના હિત માટેનો સંઘર્ષ અટકશે નહીં. તેમના

શબ્દોમાં, 'રાજકારણ કરતાં પોરબંદર મોટું છે અને

કોઈ પણ રાજકીય ઓળખ કરતાં પોરબંદરનું ભવિષ્ય

વધુ મહત્ત્વનું છે.'

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande