વાલિયા કમળા માતાજી મંદિરે ડૉ. પ્રવીણ તોગડિયાની ઉપસ્થિતિમાં ધાર્મિક-સામાજિક કાર્યક્રમ યોજાયો
દરેક વિસ્તારમાં દર શનિવારે હનુમાન ચાલીસા પાઠ કેન્દ્ર શરૂ કરવાનો લેવાયો સંકલ્પ સમાજની સુરક્ષા અને આપાતકાલીન મદદ માટે હિન્દુ હેલ્પલાઇન નંબરની કરાઇ જાહેરાત સાધુ-સંતો અને ગ્રામજનોએ એકતા અને સુરક્ષા માટે એકસૂર થઈ કાર્ય કરવાનો નિર્ધાર કર્યો ભરૂચ 04 ન
વાલિયા કમળા માતાજી મંદિરે ડૉ. પ્રવીણ તોગડિયાની ઉપસ્થિતિમાં ધાર્મિક-સામાજિક કાર્યક્રમ યોજાયો


વાલિયા કમળા માતાજી મંદિરે ડૉ. પ્રવીણ તોગડિયાની ઉપસ્થિતિમાં ધાર્મિક-સામાજિક કાર્યક્રમ યોજાયો


વાલિયા કમળા માતાજી મંદિરે ડૉ. પ્રવીણ તોગડિયાની ઉપસ્થિતિમાં ધાર્મિક-સામાજિક કાર્યક્રમ યોજાયો


વાલિયા કમળા માતાજી મંદિરે ડૉ. પ્રવીણ તોગડિયાની ઉપસ્થિતિમાં ધાર્મિક-સામાજિક કાર્યક્રમ યોજાયો


વાલિયા કમળા માતાજી મંદિરે ડૉ. પ્રવીણ તોગડિયાની ઉપસ્થિતિમાં ધાર્મિક-સામાજિક કાર્યક્રમ યોજાયો


દરેક વિસ્તારમાં દર શનિવારે હનુમાન ચાલીસા પાઠ કેન્દ્ર શરૂ કરવાનો લેવાયો સંકલ્પ

સમાજની સુરક્ષા અને આપાતકાલીન મદદ માટે હિન્દુ હેલ્પલાઇન નંબરની કરાઇ જાહેરાત

સાધુ-સંતો અને ગ્રામજનોએ એકતા અને સુરક્ષા માટે એકસૂર થઈ કાર્ય કરવાનો નિર્ધાર કર્યો

ભરૂચ 04 નવેમ્બર (હિ.સ.)

વાલિયા સ્થિત કમળા માતાજીના મંદિરે ડૉ. પ્રવીણ તોગડિયાની વિશેષ ઉપસ્થિતિમાં એક વિશાળ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હિન્દુ સમાજની એકતા, સુરક્ષા અને તાત્કાલિક સહાય માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.વાલિયા ખાતે આવેલા પ્રસિદ્ધ કમળા માતાજીના મંદિર પરિસરમાં ડૉ. પ્રવીણ તોગડિયાની પ્રેરણાદાયી ઉપસ્થિતિ વચ્ચે ધાર્મિક અને સામાજિક ચેતના જગાવતો કાર્યક્રમ યોજાઈ ગયો.

કાર્યક્રમને સંબોધતા ડૉ. પ્રવિણ તોગડિયાએ જણાવ્યું હતું કે ધાર્મિક જાગૃતિની સાથે સામાજિક એકતા અત્યંત જરૂરી છે. આ માટે તેમણે ઉપસ્થિત જનમેદનીને હાકલ કરી હતી કે દરેક વિસ્તારમાં દર શનિવારે નિયમિતપણે હનુમાન ચાલીસાના પાઠ કેન્દ્રો શરૂ કરવામાં આવે. આ ઉપરાંત, કટોકટી કે આપાતકાલીન પરિસ્થિતિમાં કોઈ પણ નાગરિકને તાત્કાલિક મદદ મળી રહે તે માટે સુરક્ષાત્મક પગલા રૂપે 'હિન્દુ હેલ્પલાઇન નંબર' સાર્વજનિક રીતે જાહેર કરાયો હતો.

હનુમાન ચાલીસા સંકલ્પ ડૉ. પ્રવીણ તોગડિયાએ ઉપસ્થિત તમામ લોકોને પોતપોતાના વિસ્તારમાં દર શનિવારે 'હનુમાન ચાલીસા પાઠ કેન્દ્ર' શરૂ કરવાનો દ્રઢ સંકલ્પ લેવડાવ્યો હતો.

હિન્દુ હેલ્પલાઇન લોન્ચ સમાજની સુરક્ષા વધારવા તથા આપાતકાલીન અને કટોકટીની જરૂરિયાત સમયે તાત્કાલિક મદદ મળી રહે તે હેતુથી એક વિશેષ 'હિન્દુ હેલ્પલાઇન નંબર' પણ જાહેર કરવામાં આવ્યો છે.

અગ્રણીઓની હાજરી કાર્યક્રમમાં કિસાન સંઘ ગુજરાતના પ્રદેશ પ્રમુખ દેવુભા કાઠી અને હિન્દુ ધર્મ સેના-કિસાન સંઘના સુધીરસિંહ અટોદરિયા વિશેષરૂપે હાજર રહ્યા હતા.

સ્થાનિક પ્રતિનિધિઓની સહભાગિતા જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન સેવંતુ વસાવા તથા વાલિયા ગ્રામ પંચાયતના સરપંચ સોમીબેન વસાવા,મહેશ વસાવા સહિત સાધુ-સંતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.કાર્યક્રમના અંતે સૌએ સાથે મળીને સમાજની એકતા, અખંડિતતા અને સુરક્ષાના મુદ્દે એકજૂથ થઈને કાર્ય કરવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande