ડૉ.પ્રવીણ તોગડિયાએ ભરૂચ અને અંકલેશ્વર ખાતે હિંદુ યુવાનોને માર્ગદર્શન આપ્યું
રાષ્ટ્રીય બજરંગ દળ અને એએચપી દ્વારા ભરૂચ અંકલેશ્વરમાં 5 નવા હોદ્દેદારોની નિમણૂક કરાઈ. ભરૂચ, 04 નવેમ્બર (હિ.સ.) : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અને અધ્યક્ષ ડૉ. પ્રવિણ તોગડીયા પ્રથમ વાલિયા પછી નેત્રંગ અને અંકલેશ્વરના કાપોદ્રા ખાતે આવેલ મન
હિન્દુ સમ્રાટ ડો.પ્રવીણ તોગડિયાએ ભરૂચ અને અંકલેશ્વર ખાતે હિંદુ યુવાનોને માર્ગદર્શન આપ્યું

- રાષ્ટ્રીય બજરંગ દળ અને એએચપી દ્વારા ભરૂચ અંકલેશ્વરમાં 5 નવા હોદ્દેદારોની નિમણૂક કરાઈ.

ભરૂચ, 04 નવેમ્બર (હિ.સ.) : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અને અધ્યક્ષ ડૉ. પ્રવિણ તોગડીયા પ્રથમ વાલિયા પછી નેત્રંગ અને અંકલેશ્વરના કાપોદ્રા ખાતે આવેલ મન મંદિર રેસીડેન્સીમાં પધાર્યા હતા ત્યારબાદ ભરૂચ નિખિલ શાહના ઘરે જ્યાં મોટી સંખ્યામાં લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે ડૉ. પ્રવિણ તોગડિયાએ સૌને સંબોધિત કરતા અબ તો હિન્દુ હિ આગે નો નારો આપ્યો હતો. પ્રત્યેક ગામ અને સોસાયટીમાં દર શનિવાર અને મંગળવારે હનુમાન ચાલીસા કેન્દ્રમાં જોડાવા આહવાન કર્યું હતું. હિન્દુ સમાજમાં એકતા પ્રસ્થાપિત થાય એ માટે હનુમાન ચાલીસા કેન્દ્રનું મહત્વ સમજાવ્યું હતું. ઉપરાંત તેમના સંગઠન દ્વારા ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે એક મુઠ્ઠી અનાજ ગરીબ હિન્દુ પરિવારને દર મહિને અનાજની મદદ, ઈન્ડિયા હેલ્થ લાઈન દર મહિને અંતરિયાળ વિસ્તારોમાં ગરીબ અને જરૂરિયાત મંદ લોકોના વિસ્તારમાં જઈ નિષ્ણાંત ડૉક્ટરોની ટીમ દ્વારા મફત મેડિકલ સુવિધાઓ આપવી, હિન્દુ હેલ્પ લાઈન દેશના કોઈપણ ખૂણે 24*7 ત્વરિત મદદ વગેરે જેવા આયામો વિશે માહિતી આપી સૌને જોડાવા આહવાન કર્યું હતું.

તેમના નેતૃત્વમાં સંગઠનના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં મનીષ મોદી અધ્યક્ષ રાષ્ટ્રીય બજરંગ દળ ભરૂચ જિલ્લો, શૈલેષ પરમાર અધ્યક્ષ એએચપી ,સચિન ચૌહાણ અધ્યક્ષ રાષ્ટ્રીય બજરંગ દળ, અંકિત રાજપૂત મંત્રી ગૌસેવા પરિષદ અને અનિલ શર્મા ઉપાધ્યક્ષ રાષ્ટ્રીય બજરંગ દળ આ ઉપરોક્ત ચારેય હોદ્દેદારોને અંકલેશ્વર તાલુકાની જવાબદારી અપાય હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ

 rajesh pande