પાનોલી જીઆઈડીસીની સુપ્રીમ પેટ્રોકેમ કંપનીમાં અચાનક ભીષણ આગ લાગવાથી દોડધામ
ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવવા ફાયર ટેન્ડરથી ફોમનો અને કેમિકલનો મારો ચલાવ્યો હતો - જીપીસીબી અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી કરી કાર્યવાહી ભરૂચ,04 નવેમ્બર (હિ.સ.) ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કલાકો
પાનોલી જીઆઈડીસીની સુપ્રીમ પેટ્રોકેમ કંપનીમાં અચાનક ભીષણ આગ લાગવાથી દોડધામ


પાનોલી જીઆઈડીસીની સુપ્રીમ પેટ્રોકેમ કંપનીમાં અચાનક ભીષણ આગ લાગવાથી દોડધામ


પાનોલી જીઆઈડીસીની સુપ્રીમ પેટ્રોકેમ કંપનીમાં અચાનક ભીષણ આગ લાગવાથી દોડધામ


- ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવવા ફાયર ટેન્ડરથી ફોમનો અને કેમિકલનો મારો ચલાવ્યો હતો

- જીપીસીબી અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી કરી કાર્યવાહી

ભરૂચ,04 નવેમ્બર (હિ.સ.) ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કલાકોની કડક જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, જેના કારણે વધુ નુકસાન થતાં અટક્યું હતું. આગ લાગવાના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ ઘટના બનતાં જ પોલીસ,ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ફેક્ટરી ઈન્સ્પેક્ટર સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી હતી.

બનાવની વિગત અનુસાર પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી સુપ્રીમ પેટ્રોકેમ કંપનીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. ઘટનાને પગલે આસપાસના વિસ્તારના લોકોમાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો.

સ્થાનિકો દ્વારા તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. સમયસર ફાયર બ્રિગેડ પહોંચી જતાં આગ વધુ પ્રસરતા અટકી હતી અને મોટી હોનારત ટળી હતી.આગની ઘટનામાં કેટલાક લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે.

આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સ્થાનિક પોલીસ, જીપીસીબીના અધિકારીઓ તેમજ ફેક્ટરી ઈન્સ્પેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. જોકે, આગ કયા કારણોસર લાગી, આ દુર્ઘટનામાં કેટલું આર્થિક નુકસાન થયું છે તેમજ કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગેની સત્તાવાર વિગતોની હજુ રાહ જોવાઈ રહી છે. હાલમાં સંબંધિત વિભાગો દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande