
અમદાવાદ,04 નવેમ્બર (હિ.સ.) રાજ્યભરની શાળાઓ અને કોલેજોમાં 4 નવેમ્બરથી 150 દિવસનું પ્રથમ શૈક્ષણિક સત્ર પૂર્ણ થયું છે. શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને પરીક્ષાઓના વ્યસ્ત સમયપત્રક વચ્ચે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ હવે દિવાળીના તહેવારોની રજાઓ માણશે.
આવતીકાલથી શાળાઓ અને કોલેજોમાં દિવાળી વેકેશનનો પ્રારંભ થશે. તેમજ શાળાઓ અને કોલેજોમાં 21 દિવસના વેકેશન બાદ 26 નવેમ્બરથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે.
21 દિવસ સુધી તમામ શાળાઓ-કોલેજમાં ખાલીખમ રહેશે.
અમદાવાદની 2500 સહિત રાજ્યની શાળાઓમાં 2026-27નું પ્રથમ શૈક્ષણિક સત્ર 8 જૂનના શરૂ થયું હતું. એટલે કે, શાળાઓ અને કોલેજોમાં પ્રથમ સત્ર અંદાજે 150 દિવસ સુધી ચાલ્યું હતું, જે આજે પૂર્ણ થયું છે.
જેથી હવે શાળાઓ અને કોલેજમાં દિવાળી વેકેશનની શરૂઆત થઈ ગઈ છે. જેથી હવે આગામી 21 દિવસ સુધી તમામ શાળાઓ અને કોલેજમાં ખાલીખમ જોવા મળશે. 5 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેવાનું છે.
તેમજ દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ 26 નવેમ્બરથી શાળાઓમાં ફરી નિયમિત શૈક્ષણિક કાર્ય શરૂ થશે. બીજું શૈક્ષણિક સત્ર આગામી 2 મે, 2027 ચાલશે. જે સમયે દરમિયાન શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પૂર્ણ કરી સત્રાંત પરીક્ષા પણ લેવામાં આવશે. બીજું શૈક્ષણિક સત્ર અંદાજે 124 દિવસ સુધી ચાલવાનું છે. ત્યારબાદ 3 મેથી 6 જૂન, 2027 સુધી ઉનાળુ વેકેશન રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ