રાજકોટમાં સદર બજાર નજીક પોલીસ ચોકી સામે લાયસન્સ વગર ફટાકડા વેંચતા કરતા ૪ ઝડપાયા
રાજકોટ, 04 નવેમ્બર (હિ.સ.) : દિવાળીના તહેવારનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચુકયુ છે ત્યારે શહેરમાં લાયસન્સ અને સેફટી વગર ફટાકડાનો ગેરકાયદે વેપાર ચાલતો હોવાની માહિતીના આધારે ‘ફકત'' પ્ર.નગર પોલીસ સદરબજારમાં આવેલી દુકાનોમાં ગઈકાલે સાંજે ચેકીંગ હાથધરી લાયસન્સ વ
ફરિયાદ


રાજકોટ, 04 નવેમ્બર (હિ.સ.) : દિવાળીના તહેવારનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચુકયુ છે ત્યારે શહેરમાં લાયસન્સ અને સેફટી વગર ફટાકડાનો ગેરકાયદે વેપાર ચાલતો હોવાની માહિતીના આધારે ‘ફકત' પ્ર.નગર પોલીસ સદરબજારમાં આવેલી દુકાનોમાં ગઈકાલે સાંજે ચેકીંગ હાથધરી લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરતા ૪ વેપારીઓ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

દિવાળીના તહેવારને લઇ ‘ધુમધડાકા' કરવા શહેરીજનોમાં ઉત્સાહ જોવા મળી રહયો છે ત્યારે આ તકને લઇ કમાઇ લેવા અમુક વેપારીઓ કોઇપણ મંજુરી, લાયસન્સ કે ફાયર સેફટી વગર પોતાનો ધંધો ગમે ત્યાં શરૂ કરી દેતા હોય છે આ વચ્ચે પોલીસ પણ આ વેપારીને ત્યાં ચેકીંગ કરી કાર્યવાહી કરતી હોય છે.

આ વચ્ચે દિવાળીના તહેવાર પહેલા ‘ફકત' પ્ર.નગર પોલીસે પોતાના વિસ્તાર હેઠળની સદરબજારમાં ફટાકડાના સ્ટોલ પર ચેકીંગ કર્યુ હતું. જેમાં પ્ર.નગર પીઆઇ એમ.ડી.મકવાણાની રાહબારીમાં હેડ કોન્સ. ચાપરાજભાઇ ખવડ, એમ.સી. જાડેજા, એન.પી.કુંગશીયા, મયુરરાજસિંહ જાડેજા, સહિતના સ્ટાફે ચેકીંગ હાથ ધરી સદરબજારમાં પોલીસ ચોકી સામે રોડ પર લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરતા આમિર ઇકરામ મોનીવારા (ઉ.વ.૨૯ રહે મહારાજા સોસાયટી, કાલાવડ નાકા બહાર જામનગર) મુસ્તુફા ઇરફાનભાઇ પાળુ (ઉ.૨૪ રહે નેશનલ પાર્ક, મોરકડા, જામનગર) મોઇનુદીન ઇશાભાઇ ઘુવાવવાલા (ઉ.વ.૪૧ રહે ભાવસર ચકલો, કાલાવડ નાકા બહાર જામનગર) અને હુશેન અબ્દુલ રઝાક નાલબાંધ (ઉ.વ. ૪૨ રહે દરબારગઢ, બર્ધન ચોક, જામનગર)ને પકડી જાહેરનામા ભંગબદલ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande