તાલાલાના ધણેજ ગામની વાડીમાંથી રૂ.14.10 લાખનો દારૂ ઝડપાયો
ગીર સોમનાથ 4 નવેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના ધણેજ ગામની સીમમાં આવેલી એક વાડીમાંથી જૂનાગઢ રેન્જ આઈજીની આરઆર સેલની ટીમે દરોડો પાડી રૂ.14.10 લાખનો વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસને વાડીમાં દારૂનું કટિંગ થતું હોવાની બાતમ
તાલાલાના ધણેજ ગામની વાડીમાંથી રૂ.14.10 લાખનો દારૂ ઝડપાયો


ગીર સોમનાથ 4 નવેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના ધણેજ ગામની સીમમાં આવેલી એક વાડીમાંથી જૂનાગઢ રેન્જ આઈજીની આરઆર સેલની ટીમે દરોડો પાડી રૂ.14.10 લાખનો વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસને વાડીમાં દારૂનું કટિંગ થતું હોવાની બાતમી મળતાં સવારે 7 વાગ્યે કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન 1,733 લીટર ભારતીય બનાવટનો વિદેશી દારૂની 6,248 બોટલો, રૂ.3 લાખની બોલેરો પીકઅપ અને મોબાઇલ ફોન મળી કુલ રૂ.14,10,318નો મુદ્દામાલ કબજે કરાયો હતો. પોલીસે સ્થળ પરથી એક આરોપીને ઝડપી પાડ્યો હતો, જ્યારે બોલેરોનો ચાલક અને અન્ય એક શખ્સ ફરાર હોવાથી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ મામલે તાલાલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande