ઈસ્કોન-સરખેજ વચ્ચે રોજના 2 લાખ વાહનચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ 4 કિમીના બ્રિજનું 9 નવેમ્બરે લોકાર્પણ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બ્રિજ સહિત એક હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે. અમદાવાદ, 04 નવેમ્બર (હિ.સ.) : અમદાવાદમાં દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જાય છે. અમદાવાદ સરખેજ ચોકડી સુધીના 4 કિમીના 6 લેન ફ્લાયઓવર બ્રિજનું આગામી 9 નવેમ્બરે ગ
ઈસ્કોન-સરખેજ વચ્ચે રોજના 2 લાખ વાહનચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ 4 કિમીના બ્રિજનું 9 નવેમ્બરે લોકાર્પણ


- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બ્રિજ સહિત એક હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે.

અમદાવાદ, 04 નવેમ્બર (હિ.સ.) : અમદાવાદમાં દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જાય છે. અમદાવાદ સરખેજ ચોકડી સુધીના 4 કિમીના 6 લેન ફ્લાયઓવર બ્રિજનું આગામી 9 નવેમ્બરે ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાશે.

દિવાળીના તહેવારની ઉજવણીમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવવાના છે. ત્યારે 671 કરોડથી વધુના વિકાસકાર્યોના લોકાર્પણ અને 358 કરોડથી વધુના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત પણ કરશે.

ઈસ્કોન જંક્શનથી સરખેજ ચોકડીનો આ બ્રિજ ચાલુ થવાથી રોજના 2 લાખ વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. વાહનચાલકો અમદાવાદથી ગાંધીનગર સરળતાથી અને ઝડપી પહોંચી શકશે. એ સાથે સૌરાષ્ટ્રથી અમદાવાદના ઉજાલા સર્કલ થઈને ગાંધીનગર જતા વાહનચાલકોને પણ ફાયદો થશે.

એસજી હાઈવે પર સૌથી વધુ ટ્રાફિકની સમસ્યાને લઈ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા એ સરખેજ ચોકડીથી ઇસ્કોન જંક્શન સુધી બ્રિજ બનાવવાનો નિર્ણય લીધો હતો. છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી આ બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. આ બ્રિજની બંને સાઈડ 3-3 રેમ્પ બનાવવામાં આવ્યા છે, જેનો વાહનચાલકોને સીધો ફાયદો થશે.

1 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે.

અમદાવાદના મેયર હિતેશ બારોટએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 9 નવેમ્બરના રોજ અમદાવાદ આવવાના છે અને 671 કરોડથી વધુના લોકાર્પણ અને 358 કરોડના ખાતમુહૂર્ત કરવાના છે.

નારણપુરા, ઘાટલોડીયા અને બોપલ વિસ્તારમાં નવી સ્માર્ટ સ્કૂલોનું પણ લોકાર્પણ કરશે. સાબરમતી વિધાનસભા વિસ્તારમાં રાણીપ અને ચાંદલોડિયામાં નવા પાણીની ટાંકીનું પણ ઉદ્ઘાટન કરશે.

વાડજ વિસ્તારના પરીક્ષિતલાલ નગર ઝૂંપડપટ્ટી અને હનુમાનપુરાની ચાલીના રીડેવલોપમેન્ટનું પણ ખાતમુહૂર્ત કરશે. એ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રીની જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. જાહેર સભાસ્થળ આજે સાંજ સુધીમાં નક્કી કરી દેવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande