સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા કેશોદ ખાતે યોજાયેલા પ્લેસમેન્ટ ડ્રાઇવમાં ૯૮ ઉમેદવારોની પસંદગી
જુનાગઢ 4 નવેમ્બર (હિ.સ.), સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.), કેશોદ ખાતે તાલીમાર્થીઓને રોજગારીની ઉત્તમ તકો ઉપલબ્ધ કરાવવાના હેતુથી પ્લેસમેન્ટ ટીમ દ્વારા પ્લેસમેન્ટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના આચાર્ય પિયુષકુમાર કે. વાળાના મા
સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા કેશોદ ખાતે યોજાયેલા પ્લેસમેન્ટ ડ્રાઇવમાં ૯૮ ઉમેદવારોની પસંદગી


જુનાગઢ 4 નવેમ્બર (હિ.સ.), સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.), કેશોદ ખાતે તાલીમાર્થીઓને રોજગારીની ઉત્તમ તકો ઉપલબ્ધ કરાવવાના હેતુથી પ્લેસમેન્ટ ટીમ દ્વારા પ્લેસમેન્ટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.

સંસ્થાના આચાર્ય પિયુષકુમાર કે. વાળાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ પ્લેસમેન્ટ ડ્રાઇવમાં રોજગારી મેળવવા ઇચ્છુક કુલ ૧૪૮ ઉમેદવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાંથી ૯૮ ઉમેદવારોની વિવિધ રોજગારીની તકો માટે પસંદગી કરવામાં આવી હતી.

આ પ્રકારના પ્લેસમેન્ટ ડ્રાઇવના આયોજનથી આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓને ઔદ્યોગિક ક્ષેત્રમાં રોજગારી મેળવવાની ઉત્તમ તક પ્રાપ્ત થાય છે. સાથે જ તાલીમાર્થીઓની કૌશલ્ય ક્ષમતા, વ્યવસાયિક કુશળતા અને કારકિર્દીના વિકાસને પણ પ્રોત્સાહન મળે છે.

સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, કેશોદ દ્વારા તાલીમાર્થીઓને ગુણવત્તાયુક્ત વ્યવસાયિક તાલીમની સાથે રોજગારીની વધુમાં વધુ તકો ઉપલબ્ધ થાય તે માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande