
જુનાગઢ, 04 નવેમ્બર (હિ.સ.) : જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા.૬ નવેમ્બરના રોજ જુનાગઢ ખાતે ભરતી મેળાનૂ આયોજન કરવામાં આવશે જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી કચેરી દ્વારા તા. ૦૬ નવેમ્બર ૨૦૨૬ શુક્રવારના રોજ સવારે ૧૦-૩૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી બહુમાળી ભવન ખાતે રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે એક ભરતીમેળાનુ આયોજન કરવામા આવનાર છે.
જેમાં લા-પિનોઝ પિઝા, અને ઇન્ડસઇન્ડ નિપ્પોન લાઇફ ઇન્શોરન્સ કંપની, નોકરીદાતાઓ હાજર રહેવાના છે. જેમા વિવિધ લાયકાત જેવી કે કેશીયર, પિઝા ડિલિવરી પર્સન, ઇન્શોરન્સ એડવાઇઝર, મેનેજર, રિક્રુટ્મેન્ટ ડેવલોપમેન્ટ ઓફિસર અને મેનેજર જેવી અલગ અલગ જગ્યાઓ માટે એસ.એસ.સી., એચ.એસ.સી., કે સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનાર (૧૮ વર્ષ થી ૪૫ વર્ષ) સુધીના રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ