જૂનાગઢ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે નાણાકીય સાક્ષરતા જાગૃતિ સેમિનાર યોજાયો
જૂનાગઢ, 04 નવેમ્બર (હિ.સ.) : સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જૂનાગઢ તાલીમાર્થીઓમાં નાણાકીય જાગૃતિ કેળવવાના હેતુથી નાણાકીય સાક્ષરતા જાગૃતિ સેમિનાર (Financial Literacy Awareness Seminar)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં SEBIના ટ્રેનર વૈભવ પ
જૂનાગઢ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા  ખાતે


જૂનાગઢ, 04 નવેમ્બર (હિ.સ.) : સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જૂનાગઢ તાલીમાર્થીઓમાં નાણાકીય જાગૃતિ કેળવવાના હેતુથી નાણાકીય સાક્ષરતા જાગૃતિ સેમિનાર (Financial Literacy Awareness Seminar)નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં SEBIના ટ્રેનર વૈભવ પુરાણિક દ્વારા તાલીમાર્થીઓને નાણાકીય સાક્ષરતાનું મહત્વ, નાણાંનું યોગ્ય આયોજન, બચત અને રોકાણ અંગેની પાયાની સમજણ આપવામાં આવી હતી. સાથે જ નાણાકીય નિર્ણયો લેતી વખતે રાખવાની સાવચેતી, રોકાણ અંગે જાગૃતિ તથા નાણાકીય છેતરપિંડીથી બચવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સેમિનાર દરમિયાન તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને નાણાકીય વ્યવસ્થાપન અંગે ઉપયોગી માહિતી મેળવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ તાલીમાર્થીઓમાં નાણાકીય બાબતો અંગે સમજણ વિકસાવી તેમને ભવિષ્યમાં જવાબદારીપૂર્વક નાણાકીય નિર્ણયો લેવા માટે સજ્જ કરવાનો હતો.

આમ, સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જુનાગઢ ખાતે યોજાયેલ આ સેમિનાર તાલીમાર્થીઓ માટે નાણાકીય જાગૃતિ વધારવામાં ઉપયોગી રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande