


ગાંધીનગર, 04 નવેમ્બર (હિ.સ.) : કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત ૧૨૫મી સર્વ નેતૃત્વ ૧૨૫મી શિબિરમાં ૧૩ કોલેજના ૭૫ યુવાનોને સ્વચ્છતા, સામાજિક જવાબદારી અને પર્યાવરણ જાગૃતિ માટેના પાઠ શીખવવાના હેતુથી સુઘડ સ્થિત પર્યાવરણીય સ્વચ્છતા સંસ્થા(ESI) ની મુલાકાત કરાવાઈ હતી. મુલાકાત દરમિયાન સંસ્થાના વડા જયેશ પટેલ, દેવેન્દ્ર પારેખ અને વિનય ત્રિવેદી દ્વારા વિધાર્થીઓને Environment Sanitation Institute (ESI) ની સ્થાપના અને તેના ઉદ્દેશ્યથી લઈ, સ્થાપક ઈશ્વરદાદાના યોગદાન તથા સંસ્થા દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓ વિશે વિસ્તૃત અને પ્રેરણાદાઈ માર્ગદર્શન આપ્યું હતું.
યુવાનો સાથે વધુ વાત કરતા જયેશભાઈ પટેલ દ્વારા જણાવાયું હતું કે બાહ્ય સ્વચ્છતા કરતા આપણી આંતરિક સ્વચ્છતા વધુ જરૂરી છે. સાચી સ્વચ્છતા ત્યારે જ સાર્થક બને છે જ્યારે તે આપણા વિચારો, વાણી અને વર્તનમાં પણ પ્રતિબિંબિત થાય. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સંકલ્પ, સમર્પણ અને સાધનાના સમન્વય થી જ સારા અને અસરકાર લીડર બની શકાય છે. યુવાનોએ સંસ્થાની શાંતિ, શિસ્ત, વિવિધ પ્રવૃતિઓ અને સુવ્યવસ્થિત વાતાવરણ જોઈને ખૂબ જ પ્રેરિત થયા હતા અને સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ