ભાવનગરમાં જુગારધામ પર એલસીબીની રેડ, ત્રણ શખ્સો ઝડપાયા
ભાવનગર, 04 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા જુગારની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ખેતા ખાતલી રોડ પર એપલ કંપનીની સામે આવેલી બાવળની કાંટમાં જાહેર ખુલ્લી જગ્યાએ ગંજીપત્તા વડે હારજીતનો જુગાર રમતા ત્રણ શખ્સ
જુગાર રમતા ઝડપાયેલ જુગારીઓ


ભાવનગર, 04 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા જુગારની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ખેતા ખાતલી રોડ પર એપલ કંપનીની સામે આવેલી બાવળની કાંટમાં જાહેર ખુલ્લી જગ્યાએ ગંજીપત્તા વડે હારજીતનો જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ 66,820 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

LCB પોલીસ સ્ટાફ ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, ખેતા ખાતલી રોડ પર એપલ કંપનીની સામે બાવળની કાંટમાં અક્ષયભાઈ ભરતભાઈ વાજા દ્વારા બહારથી માણસો બોલાવી જુગાર રમવાની સગવડ પૂરી પાડવામાં આવે છે. સોલાર લાઇટ અને બેટરીવાળા બલ્બના અજવાળે ગંજીપત્તા વડે જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન દિપકભાઈ ઉર્ફે બાલો રધુભાઈ વાજા (21), મેહુલભાઈ ઉર્ફે ભુવો અરવિંદભાઈ રાઠોડ (25) અને હારૂનભાઈ ઉર્ફે મોરલી યુનુસભાઈ શરમાળી (36)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે અક્ષય વાજા સહિત અન્ય પાંચ શખ્સો પોલીસ પકડથી દૂર હોવાથી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પોલીસે સ્થળ પરથી ગંજીપત્તાનાં 52 પાનાં, રોકડ 41,420 રૂપિયા, તાડપત્રી, એક સોલાર લાઇટ, બે બેટરીવાળા બલ્બ અને ત્રણ મોબાઇલ ફોન સહિત કુલ 66,820 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ મામલે વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande