ગુજરાત નંબર ધરાવતી મર્સિડીઝ નેપાળમાં લાવારીસ હાલતમાં મળી આવી
કાઠમંડુ, નવી દિલ્હી, 04 નવેમ્બર (હિ.સ.). ભારતને અડીને આવેલા નેપાળી સીમા ક્ષેત્ર રૂપનદેહીમાં ગુજરાત નંબર પ્લેટવાળી ભારતીય મર્સિડીઝ કાર લાવારિસ હાલતમાં મળી આવી છે. રૂપનદેહી પોલીસે, ભારતીય નંબર પ્લેટવાળી મર્સિડીઝ કાર શોધી કાઢી છે. જિલ્લા પોલીસ કાર્યા
नेपाल में बरामद भारतीय लावारिस कार


કાઠમંડુ, નવી દિલ્હી, 04 નવેમ્બર (હિ.સ.). ભારતને અડીને આવેલા નેપાળી સીમા ક્ષેત્ર રૂપનદેહીમાં ગુજરાત નંબર પ્લેટવાળી ભારતીય મર્સિડીઝ કાર લાવારિસ હાલતમાં મળી આવી છે.

રૂપનદેહી પોલીસે, ભારતીય નંબર પ્લેટવાળી મર્સિડીઝ કાર શોધી કાઢી છે. જિલ્લા પોલીસ કાર્યાલય રૂપનદેહી અનુસાર, મંગળવારે સિદ્ધાર્થનગર નગરપાલિકા સ્થિત બસડિલવાથી ભારતીય નંબર પ્લેટવાળી કાર મળી આવી હતી. કારનો રજીસ્ટ્રેશન નંબર જીજે 21 સીબી 6001 છે.

પોલીસે જણાવ્યું કે, કાર લાવારિસ હાલતમાં મળી હતી. પોલીસ નિરીક્ષક ચંદ્રકિશોર શાહ અનુસાર, એક ખાલી જમીન પર લાંબા સમયથી કાર લાવારિસ હાલતમાં ઊભી હોવાની માહિતી મળ્યા બાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી.

પોલીસના જણાવ્યા અનુસાર, મળી આવેલી કારની અંદાજિત કિંમત 90 લાખ રૂપિયા છે.

કારને જરૂરી તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે ભૈરહવા સ્થિત બેલહિયા સીમા શુલ્ક કાર્યાલય મોકલી દેવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / સચિન બુધૌલિયા

હિન્દુસ્થાન સમાચાર / Sachin Budhauliya


 rajesh pande