બીલીમોરાની વાડીમાંથી રૂ.35.12 લાખનો દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપાયો, 2ની ધરપકડ
નવસારી, 04 નવેમ્બર (હિ.સ.) : નવસારી જિલ્લાના બીલીમોરા નજીક ગણદેવી તાલુકાના ભાઠલા ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે હવાડા ફળિયામાં આવેલી એક વાડીમાં દરોડો પાડ્યો હત
SMC Crackdown Ahead of Diwali


નવસારી, 04 નવેમ્બર (હિ.સ.) : નવસારી જિલ્લાના બીલીમોરા નજીક ગણદેવી તાલુકાના ભાઠલા ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે હવાડા ફળિયામાં આવેલી એક વાડીમાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરની કુલ 74 પેટીઓ મળી આવી હતી, જેમાં આશરે 2,560 બોટલોનો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ.10.91 લાખ જેટલી આંકવામાં આવી છે.

પોલીસે દરોડા દરમિયાન દારૂની હેરાફેરીમાં વપરાતાં ત્રણ વાહનો, ચાર મોબાઈલ ફોન, રોકડ રકમ સહિત કુલ રૂ.35,12,725નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન ભાઠલા ગામના જયમીન ઉર્ફે જયુ અરવિંદભાઈ પટેલ અને નાની દમણના ચિરાગ અમરતભાઈ હળપતિની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે દારૂના વેપાર અને સપ્લાય સાથે સંકળાયેલા અન્ય 11 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

આ મામલે બીલીમોરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેની સપ્લાય ચેઇન પાછળ કોણ છે અને સમગ્ર નેટવર્કમાં અન્ય કયા લોકો સામેલ છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. દિવાળીના તહેવાર પહેલાં SMCની આ કાર્યવાહીથી દારૂની ગેરકાયદે હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande