આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા સલીમ ડોલા અંકલેશ્વરની કંપનીઓમાંથી કેમિકલ ખરીદતો હોવાનો પર્દાફાશ
વડોદરાના સિંધરોટ એમડી ડ્રગ્સ ફેક્ટરી કેસમાં અંકલેશ્વરથી કાચો માલ સપ્લાય થતો હતો ભરૂચ 04 નવેમ્બર (હિ.સ.) ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા સલીમ ડોલાનો કબજો મેળવીને કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તપાસમાં ખુલાસો થય
આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા સલીમ ડોલા અંકલેશ્વરની કંપનીઓમાંથી કેમિકલ ખરીદતો હોવાનો પર્દાફાશ


- વડોદરાના સિંધરોટ એમડી ડ્રગ્સ ફેક્ટરી કેસમાં અંકલેશ્વરથી કાચો માલ સપ્લાય થતો હતો

ભરૂચ 04 નવેમ્બર (હિ.સ.) ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા સલીમ ડોલાનો કબજો મેળવીને કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તપાસમાં ખુલાસો થયો છે કે સલીમ ડોલા અને તેના સાગરીતો વડોદરાના સિંધરોટ ખાતે એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી માટે જરૂરી કેમિકલ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી વિવિધ કંપનીઓમાંથી ખરીદતા હતા. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલના નજીકના ગણાતા સલીમ ડોલાને તુર્કી ખાતેથી ડિપોર્ટ કરીને ભારત લાવવામાં આવ્યો છે. આ કેસમાં બેંકિંગ નેટવર્ક, હવાલા ટ્રાન્ઝેક્શન અને અંકલેશ્વરના સ્થાનિક કેમિકલ સપ્લાયર્સની ભૂમિકા અંગે એટીએસ અને ઈડી સહિતની એજન્સીઓ ઊંડી તપાસ કરી રહી છે.

અંકલેશ્વર ડ્રગ્સ ઉત્પાદનનું કેન્દ્ર બન્યું, એજન્સીઓ એલર્ટ ગુજરાત એટીએસ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસમાં સામે આવ્યું છે કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ તથા છોટા શકીલના નજીકના સાગરીત મોહમ્મદ સલીમ ડોલાએ અંકલેશ્વર વિસ્તારનો ઉપયોગ ડ્રગ્સના ઉત્પાદન અને સપ્લાય પ્રોસેસ માટે કર્યો હતો. અંકલેશ્વરમાં અગાઉ પણ તપાસ એજન્સીઓએ દરોડા પાડ્યા હતા અને હાલ પણ ટેકનિકલ તથા ભૌતિક તપાસ ચાલુ રાખવામાં આવી છે.

પ્રતિબંધિત કાચો માલ મેળવવા બોગસ ફર્મ્સનું નેટવર્ક એમડી ડ્રગ્સ બનાવવા માટે જરૂરી પ્રતિબંધિત કાચો માલ અંકલેશ્વરના કયા યુનિટ્સ અથવા સપ્લાયર્સ પાસેથી મેળવવામાં આવતો હતો તેની સઘન તપાસ ચાલી રહી છે. કેમિકલ્સના ખરીદ-વેચાણ માટે ઉપયોગમાં લેવાયેલી બોગસ કેમિકલ ફર્મ્સ, બિલિંગ નેટવર્ક અને સ્થાનિક સપ્લાયર્સની ભૂમિકા સામે આવી છે.

હવાલા અને બેંક મારફતે નાણાંની મોટી ચુકવણી ડ્રગ્સના કારોબાર માટે કેમિકલ ખરીદવાના બદલામાં નાણાંની ચુકવણી બેંકિંગ ચેનલો અથવા હવાલા મારફતે કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે. આ સિન્ડિકેટના નાણાકીય વ્યવહારો ક્યાં-ક્યાંથી થતા હતા તે દિશામાં ઈડી અને એટીએસ વિગતવાર નાણાકીય તપાસ કરી રહ્યા છે.

સલીમ ડોલા ભારત બહાર એટલે કે મુખ્યત્વે તુર્કી અને દુબઈ રહીને અંકલેશ્વર અને મહારાષ્ટ્ર સ્થિત સાથીદારો મારફતે ડ્રગ્સ બનાવવાનું નેટવર્ક ચલાવી રહ્યો હતો. ભારતીય એજન્સીઓની ભલામણથી ઈન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી, જેના આધારે તુર્કી ખાતે તેની અટકાયત કર્યા બાદ તેને ભારત ડિપોર્ટ કરવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande