દ્વારકા-સોમનાથ નેશનલ હાઈવે પર આદિપરા વાડી ચોકડી પાસે કાર ટક્કરે દંપતી સહિત ત્રણને ઈજા
Gujarat, 04 નવેમ્બર (હિ.સ.) : દ્વારકા-સોમનાથ નેશનલ હાઈવે પર આદિપરા વાડી ચોકડી પાસે બલેનો કારના ચાલકે બેફામ અને પૂરઝડપે કાર હંકારી મોટરસાયકલને અડફેટે લેતાં દંપતી સહિત ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી.આ અકસ્માત અંગે મળતી વિગતો મુજબ, રાણાવાવના ગ્રીનસીન
દ્વારકા-સોમનાથ નેશનલ હાઈવે પર આદિપરા વાડી ચોકડી પાસે કાર ટક્કરે દંપતી સહિત ત્રણને ઈજા


Gujarat, 04 નવેમ્બર (હિ.સ.) : દ્વારકા-સોમનાથ નેશનલ હાઈવે પર આદિપરા વાડી ચોકડી પાસે બલેનો કારના ચાલકે બેફામ અને પૂરઝડપે કાર હંકારી મોટરસાયકલને અડફેટે લેતાં દંપતી સહિત ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી.આ અકસ્માત અંગે મળતી વિગતો મુજબ, રાણાવાવના ગ્રીનસીન વિસ્તારમાં બાવન બ્લોકની બાજુમાં રહેતા હરદાસભાઈ કેશવાલા (ઉં.વ. 54), તેમની પત્ની રૂપીબેન અને પુત્રી પાયલબેન મોટરસાયકલ પર પસાર થઈ રહ્યાં હતાં. તે દરમિયાન દાતા ગામના બલવંતસિંહ દોલુભા કચવા (ઉં.વ. 42)એ પોતાના કબજાની મારુતિ સુઝુકી બલેનો કાર (રજિ. નં. GJ-37-M-1949) બેફિકરાઈ થી અને પૂરઝડપે ચલાવી મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. કારની ટક્કરથી મોટરસાયકલ પર સવાર ત્રણેય રોડ પર પટકાતાં તેમના પગમાં ફ્રેક્ચર સહિત માથાના ભાગે પણ ઈજાઓ પહોંચી હતી.આ બનાવ અંગે પોલીસ ફરિયાદમાં કારચાલક સામે બેફિકરાઈથી વાહનચલાવી અકસ્માત સર્જવા અંગે ગુનો નોંધાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande