જામનગરના ઐતિહાસિક કબ્રસ્તાનમાં ગેરકાયદેસર વૃક્ષછેદન અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત
ચાર જમાતના સંયુક્ત સ્થળ પરથી લાકડાની ચોરી: તંત્ર પાસે કડક કાર્યવાહીની માગ જામનગર, 04 નવેમ્બર (હિ.સ.) : જામનગરના માણેકનગર રોડ પર આવેલા મુસ્લિમ સમાજના ઐતિહાસિક ઉમરજુંડ કબ્રસ્તાનમાં કોઈ પણ પરવાનગી વગર ગેરકાયદેસર વૃક્ષછેદન કરી લાકડાની ઉઠાંતરી કરવામા
કબ્રસ્તાનમાં ગેરકાયદેસર વૃક્ષછેદન


- ચાર જમાતના સંયુક્ત સ્થળ પરથી લાકડાની ચોરી: તંત્ર પાસે કડક કાર્યવાહીની માગ

જામનગર, 04 નવેમ્બર (હિ.સ.) : જામનગરના માણેકનગર રોડ પર આવેલા મુસ્લિમ સમાજના ઐતિહાસિક ઉમરજુંડ કબ્રસ્તાનમાં કોઈ પણ પરવાનગી વગર ગેરકાયદેસર વૃક્ષછેદન કરી લાકડાની ઉઠાંતરી કરવામાં આવી છે. આ ઘટના અંગે આરબ, સીદી અને ગુજરાતી જમાતે એકઠા થઈ તસવીરો સાથે વન વિભાગ, મહાનગરપાલિકા, મામલતદાર અને પોલીસ તંત્રને લેખિત રજૂઆત કરી તપાસ તેમજ દોષિતો સામે દંડાત્મક પગલાં ભરવાની માગણી કરી છે.

શહેરના માણેકનગર વિસ્તારમાં રાજાશાહીના સમયનું ઉમરજુંડ કબ્રસ્તાન આવેલું છે, જે અરબ, પટણી, ગુજરાતી અને સીદી એમ ચાર જમાત માટે અંતિમ સંસ્કાર અને દફન વિધિનું અતિ મહત્વનું પવિત્ર સ્થળ છે. આ ઐતિહાસિક સ્થળ પર મોટી સંખ્યામાં વર્ષો જૂના વૃક્ષો આવેલા છે, જે સમગ્ર વિસ્તાર માટે ઓક્સિજનના મુખ્ય સ્ત્રોત સમાન છે. આ પવિત્ર અને પર્યાવરણીય દ્રષ્ટિએ મહત્વના સ્થળેથી વૃક્ષો કાપી નાખવામાં આવતા સ્થાનિક સમાજમાં ભારે રોષ ફેલાયો છે.

થોડા દિવસો પહેલાં જ કેટલાક તત્વો દ્વારા મંજૂરી વગર જ આ વૃક્ષોનું છેદન કરી કિંમતી લાકડાં સારોબાર ઉપાડી જવામાં આવ્યા હતા. આ મામલે ત્રણેય જમાતોએ વન વિભાગ, મામલતદાર, મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને રાજ્ય વકફ બોર્ડને પણ રજૂઆતની નકલો રવાના કરી છે. ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે તે માટે જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની સખત માગ કરાઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande