ઉપલેટામાં સગીરા પર દુષ્કર્મ આચરી ન્યુડ વીડિયો વાયરલ કરનાર પૂર્વ પ્રેમીની ધરપકડ કરાઈ
રાજકોટ, 04 નવેમ્બર (હિ.સ.) : ઉપલેટા પંથકમાં 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની અને ત્યારબાદ સગીરાએ સંબંધ તોડી નાખતા તેનો ન્યુડ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવામાં આવ્યો હોવાની અત્યંત ચોંકાવનારી ઘટના સા
દૂષ્કર્મ ની ઘટના


રાજકોટ, 04 નવેમ્બર (હિ.સ.) : ઉપલેટા પંથકમાં 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની અને ત્યારબાદ સગીરાએ સંબંધ તોડી નાખતા તેનો ન્યુડ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવામાં આવ્યો હોવાની અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ગંભીર પ્રકરણમાં પીડિતાના પરિવારજનોની ફરિયાદના આધારે ઉપલેટા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને દુષ્કર્મ, પોક્સો અને આઈટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો છે.

ઘટનાની વિગતો અનુસાર, ઉપલેટા વિસ્તારમાં રહેતી સગીરા સાથે ચાર વર્ષ પૂર્વે એક શખ્સે મોબાઈલ નંબરની આપ-લે કરી પરિચય કેળવ્યો હતો. ધીમે ધીમે વાતચીત વધાર્યા બાદ આરોપીએ સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને પોતાની ઓફિસે બોલાવીને અનેક વખત તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ સંબંધો દરમિયાન આરોપીએ સગીરાના ઇન્સ્ટાગ્રામ આઈડીનો પાસવર્ડ પણ મેળવી લીધો હતો અને વીડિયો કૉલ દરમિયાન સગીરાના કપડાં ઉતરાવી તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું.

જ્યારે સગીરાને આરોપીની બદનીતિની જાણ થતાં તેણે તેની સાથેના તમામ પ્રેમ સંબંધો તોડી નાખ્યા હતા. પોતાનાથી સંબંધ તોડી નાખવાના આ રોષમાં ઉશ્કેરાયેલા વિકૃત શખ્સે બદલો લેવાના ઇરાદે સગીરાના જ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ન્યુડ વીડિયો પોસ્ટ કરી દીધા હતા. સંબંધીઓ દ્વારા આ બાબતની જાણ થતાં સગીરાએ તાત્કાલિક તે વીડિયો સોશિયલ મીડિયા પરથી હટાવી દીધો હતો, પરંતુ આ ઘટનાથી પરિવારે હિંમત દાખવીને પોલીસ મથકે પહોંચવાનું નક્કી કર્યું હતું.

પીડિતાની માતાએ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં રૂબરૂ જઈને સમગ્ર ઘટના અંગે ગઇકાલે રાતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મામલાની સંવેદનશીલતા અને સગીરાની વયને ધ્યાનમાં રાખીને તુરંત જ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે પોક્સો એક્ટ તથા આઈટી એક્ટ સહિતની કલમો હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરીને આરોપીને ઝડપી લીધો છે અને સમગ્ર કેસમાં આગળની સઘન તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande