
જુનાગઢ 4 નવેમ્બર (હિ.સ.) : માંગરોળ સરકારી આઈ.ટી.આઈ. ખાતે વાર્ષિક દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમાં સપ્ટેમ્બર-૨૦૨૬માં ઉત્તીર્ણ થયેલા વિવિધ ટ્રેડના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર તેજસ્વી તાલીમાર્થીઓને મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ તાલીમાર્થીઓને કૌશલ્ય વિકાસ અને આત્મનિર્ભરતા માટે પ્રેરિત કર્યા હતા.
આ પ્રસંગે સરપંચ હરેશભાઈ ચુડાસમાએ તાલીમાર્થીઓને કૌશલ્ય, પરિશ્રમ અને સમર્પણના બળે ઉદ્યોગજગતમાં અગ્રેસર બનવા પ્રેરિત કર્યા હતા. જ્યારે સંસ્થાના આચાર્ય જે. એસ. ધોળકિયાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં કૌશલ્ય વિકાસને આત્મનિર્ભરતાની આધારશિલા ગણાવી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
સમારોહનો મુખ્ય ઉદ્દેશ ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરનાર પ્રતિભાશાળી તાલીમાર્થીઓનું અભિવાદન કરવાની સાથે હાલ અભ્યાસ કરી રહેલા તાલીમાર્થીઓમાં ઉત્સાહ અને પ્રેરણાનું સિંચન કરવાનો હતો. આ અંતર્ગત સપ્ટેમ્બર-૨૦૨૬માં ઉત્તીર્ણ થયેલા વિવિધ ટ્રેડના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર તાલીમાર્થીઓને મહાનુભાવોના હસ્તે મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ઉત્તીર્ણ થયેલા તાલીમાર્થીઓએ પોતાના અભ્યાસકાળના અનુભવો અને સફળતાની સફર વર્ણવી અન્ય તાલીમાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી.
રોજગાર અને તાલીમ નિયામકના નેતૃત્વ હેઠળ સરકારી આઈ.ટી.આઈ. માંગરોળ ખાતે વાર્ષિક ‘દીક્ષાંત સમારોહ’નું ગરિમાપૂર્ણ માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના આચાર્યના માર્ગદર્શન હેઠળ
સમગ્ર કાર્યક્રમનું સુચારુ રીતે સંપન્ન થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ