વિસાવદર લાયન્સ કલબ દ્વારા દિપાવલી પર્વ નિમિત્તે દાધિયાપરા પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓને મીઠાઈ તેમજ ફરસાણ અપાયું.
જુનાગઢ,4 નવેમ્બર (હિ.સ.) : તાજેતરમાં લાયન્સ કલબ વિસાવદર દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ અને માનવસેવાની ભાવનાને ઉજાગર કરતા દિપાવલી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે વિસાવદર તાલુકાની દાધિયાપરા પ્રાથમિક શાળાના તમામ નાના-મોટા વિદ્યાર્થી
વિસાવદર લાયન્સ કલબ દ્વારા


જુનાગઢ,4 નવેમ્બર (હિ.સ.) : તાજેતરમાં લાયન્સ કલબ વિસાવદર દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ અને માનવસેવાની ભાવનાને ઉજાગર કરતા દિપાવલી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે વિસાવદર તાલુકાની દાધિયાપરા પ્રાથમિક શાળાના તમામ નાના-મોટા વિદ્યાર્થીઓને મીઠાઈ તેમજ ફરસાણનું વિતરણ કરી બાળકોના મુખ પર દિવાળીની ખુશીઓ રેલાવવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ આયોજન રમ્ય કૌશિકભાઇ ગોહેલના આર્થિક સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. લાયન્સ કલબના લાયન વર્ષ 2026-27 ના મુખ્ય સૂત્ર બ્રધરહૂડ બિયોન્ડ બાઉન્ડરી (Brotherhood Beyond Boundaries) ને સાચા અર્થમાં સાર્થક કરી કલબ દ્વારા સમાજના દરેક વર્ગ સુધી ભાઈચારા અને પ્રેમનો સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો.

તહેવારોના આ શુભ સમયે મીઠાઈ અને નાસ્તો મેળવીને શાળાના ભુલકાઓના ચહેરા પર અદ્ભુત આનંદ અને ખુશી જોવા મળી હતી. શાળા પરિવાર અને સ્થાનિક અગ્રણીઓએ લાયન્સ કલબ વિસાવદર તેમજ દાતા રમ્ય ગોહેલનો આ ઉમદા અને પ્રેરણાદાયી કાર્ય બદલ આભાર વ્યક્ત કરી બિરદાવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande