રાજકોટમાં કાલથી દિવાળી ઉત્સવ, કાર્નિવલ અને ફૂડ ફેસ્ટિવલ : સાંજે આતશબાજી અને લેસર શો સાથે રોશનીનો પ્રારંભ થશે
રાજકોટ, 05 નવેમ્બર (હિ.સ.) રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોમાં આનંદ અને ઉર્જાનો સંચાર કરવાના હેતુથી રેસકોર્સ ખાતે તા.6 થી 8 નવેમ્બર દરમિયાન ''રંગ, રોશની અને રાજકોટ દીપાવલી ઉત્સવ'', ફૂડ ફેસ્ટિવલ, ટેબ્લો કાર્નિવલ તથા ભવ્ય આતશબાજીનું આયોજન કરવ
દિવાળી કાર્નિવલ


રાજકોટ, 05 નવેમ્બર (હિ.સ.) રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોમાં આનંદ અને ઉર્જાનો સંચાર કરવાના હેતુથી રેસકોર્સ ખાતે તા.6 થી 8 નવેમ્બર દરમિયાન 'રંગ, રોશની અને રાજકોટ દીપાવલી ઉત્સવ', ફૂડ ફેસ્ટિવલ, ટેબ્લો કાર્નિવલ તથા ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં આકર્ષક એન્ટ્રી ગેટ, થીમ બેઝ લાઈટિંગ ડેકોરેશન અને રંગોળી સ્પર્ધા જેવા વિવિધ આકર્ષણોનો સમાવેશ થાય છે.

દિવાળી ઉત્સવનો પ્રારંભ શુક્રવારે ધનતેરસના દિવસે સાંજે 6 કલાકે રેસકોર્સ રિંગ રોડ ફરતે રોશનીના શુભારંભ સાથે થશે. આ સાથે જ રેસકોર્સ ગ્રાઉન્ડમાં આવેલા ઓપન એર થિયેટર ખાતે પ્રથમ વખત પાંચ દિવસીય ફૂડ ફેસ્ટિવલ પણ શરૂ થશે, જે સોમવાર સુધી ચાલશે.

ધનતેરસની સાંજે 7 કલાકે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભવ્ય આતશબાજી અને લેસર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અવનવા ફટાકડાઓને કારણે આકાશમાં રંગબેરંગી દ્રશ્યો સર્જાશે. આતશબાજી નિહાળવા માટે જાહેર જનતાને કોઈપણ પ્રકારના પાસની જરૂર રહેશે નહીં.

જાહેર જનતા માટે પ્રવેશ વ્યવસ્થા બહુમાળી ભવન સામેના રસ્તાથી તથા શ્રી વીર સાવરકર ઈન્ડોર સ્ટેડિયમ તરફના ક્રિકેટ સ્ટેડિયમના ગેટ પરથી કરવામાં આવી છે. નાગરિકોને આતશબાજી અને અન્ય આયોજનો નિહાળવામાં કોઈ અગવડ ન પડે તે માટે તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

ઉત્સવના બીજા દિવસે તા.7 શનિવારે કાળી ચૌદસના નિમિત્તે રંગોળી સ્પર્ધા યોજાશે. આ ઉપરાંત છ ફ્લોટ સાથેના બે દિવસીય ટેબ્લો કાર્નિવલનો પણ પ્રારંભ થશે, જે તા.8 સુધી ચાલશે. પદાધિકારીઓ દ્વારા તમામ શહેરીજનોને આ તમામ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ આપવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande