જામનગરમાં પાણીનો વેડફાડ કરનારા 143ને નોટિસ, 3 કનેક્શન કપાાયા
ગોકુલનગર ઝોનમાં મહાનગર પાલિકાના વોટર વર્કસ વિભાગની સઘન ઝુંબેશ જામનગર, 05 નવેમ્બર (હિ.સ.) : જામનગરમાં પ્રવર્તી રહેલી જળ સંકટની ગંભીર પરિસ્થિતિ વચ્ચે મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગ દ્વારા પાણીનો બગાડ અટકાવવા માટે સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્
કોર્પોરેશન


- ગોકુલનગર ઝોનમાં મહાનગર પાલિકાના વોટર વર્કસ વિભાગની સઘન ઝુંબેશ

જામનગર, 05 નવેમ્બર (હિ.સ.) : જામનગરમાં પ્રવર્તી રહેલી જળ સંકટની ગંભીર પરિસ્થિતિ વચ્ચે મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગ દ્વારા પાણીનો બગાડ અટકાવવા માટે સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ગોકુલનગર ઝોનમાં હાથ ધરાયેલી આ કડક કાર્યવાહી દરમિયાન તંત્ર દ્વારા ૧૪૩ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે, રૂ.૪૧,૦૦૦નો દંડ વસૂલાયો છે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા ૩ આસામીઓના નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે.

જળ સંકટની સ્થિતિમાં અમૂલ્ય જળ સંપત્તિનો બચાવ કરવા માટે મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને કમિશનરના માર્ગદર્શન હેઠળ આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. વોટર વર્કસ વિભાગની ટીમોએ ગોકુલનગર ઝોનના વિવિધ વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરીને પાણી વેડફતા લોકો સામે લાલ આંખ કરી હતી.

તંત્રની તપાસ દરમિયાન જે ઘરો કે એકમોમાં પાણીનો ખુલ્લેઆમ બગાડ થતો જોવા મળ્યો હતો, ત્યાં સ્થળ પર જ કાર્યવાહી કરવામાં આવી હતી. નિયમભંગ કરનારા ૧૪૩ લોકોને કારણદર્શક નોટિસ પાઠવીને ભવિષ્યમાં બગાડ ન કરવા તાકીદ કરવામાં આવી હતી, જ્યારે સ્થળ પર જ કુલ રૂ.૪૧,૦૦૦ની દંડની રકમ પણ વસૂલ કરવામાં આવી હતી.

અન્ય લોકો માટે દાખલો બેસાડવા અને જળ બગાડ અટકાવવા માટે અત્યંત સખત પગલું ભરીને ૩ આસામીઓના નળ કનેક્શન સ્થળ પર જ કાપી નાખવામાં આવ્યા હતા. મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરના તમામ નાગરિકોને હાલની સ્થિતિમાં પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અને વેડફાડ ન કરવા માટે અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande