પોરબંદર જિલ્લામાં સસ્તા અનાજના લાભાર્થીઓને મળતા અનાજના ગેરકાયદે વેચાણ સામે તંત્રની ચેતવણી
પોરબંદર, 07 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં અંત્યોદય અન્ન યોજના તથા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા એનએફએસએ હેઠળના રેશનકાર્ડધારકોને મળતા અનાજના જથ્થાના ગેરકાયદે વેચાણની બાબત તંત્રના ધ્યાને આવી છે. આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી જ્યો
પોરબંદર  જિલ્લામાં  સસ્તા  અનાજના  લાભાર્થીઓને  મળતા અનાજના  ગેરકાયદે  વેચાણ  સામે તંત્રની  ચેતવણી.


પોરબંદર  જિલ્લામાં  સસ્તા  અનાજના  લાભાર્થીઓને  મળતા અનાજના  ગેરકાયદે  વેચાણ  સામે તંત્રની  ચેતવણી.


પોરબંદર, 07 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં અંત્યોદય અન્ન યોજના તથા

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા એનએફએસએ હેઠળના રેશનકાર્ડધારકોને મળતા અનાજના જથ્થાના

ગેરકાયદે વેચાણની બાબત તંત્રના ધ્યાને આવી છે. આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી જ્યોતિ

આર. ગોહેલ જણાવ્યું હતું કે, કેટલાક કાર્ડધારકો જરૂરિયાત મુજબ મળતો અનાજનો જથ્થો પોતાના ઉપયોગમાં

લેવાને બદલે બજારમાં અથવા રિક્ષા મારફતે ગેરકાયદે વેચાણ કરી રહ્યા હોવાનું

ધ્યાનમાં આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભવિષ્યમાં આવી ગેરરીતિઓ ધ્યાને આવશે તો

સંબંધિત લાભાર્થીઓના એનએફએસએ કાર્ડને નોન-એનએફએસએ કેટેગરીમાં રૂપાંતરિત કરવાની

કાર્યવાહી કરવામાં આવશે અને સરકારી રહે વસુલાતની કામગીરી કરવામાં આવશે અને

તેમને એનએફએસએ હેઠળ મળતા લાભો બંધ કરવામાં આવશે

તેમણે જિલ્લના નાગરિકો એનએફએસએ યોજનાની પાત્રતા ધરાવતા ન હોય તેઓને સ્વૈચ્છિક

રીતેમામલતદાર કચેરીનો સંપર્ક કરી

રેશનકાર્ડ નોન-એનએફએસએ કેટેગરીમાં રૂપાંતરિત કરાવી લેવા અપીલ કરવામાં આવી છે.

વધુમાં, તેમણે સરકાર દ્વારા ટૂંક સમયમાં

સીબીડીસીયોજનાનો કડક અમલ કરવામાં આવનાર

છે. આ અંતર્ગત રેશનકાર્ડના વ્હાઇટ લિસ્ટિંગ અને ઓનબોર્ડિંગની પ્રક્રિયા હાલમાં

પ્રગતિ હેઠળ છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભવિષ્યમાં અનાજનું વિતરણ સીબીડીસીમારફતે જ કરવામાં આવનાર હોવાથી તમામ લાભાર્થીઓએ

પોતાની સસ્તા અનાજની દુકાન (FPS), ગામના વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર (VCE) અથવા સંબંધિત મામલતદાર કચેરીનો સંપર્ક

કરી જરૂરી પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરાવવા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા અનુરોધ

કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande