

પોરબંદર, 07 નવેમ્બર (હિ.સ.) : રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ અને
મહિલાઓને સ્વરોજગારની તકો પૂરી પાડવાના હેતુથી અમલી વિવિધ તાલીમો અને પ્રોત્સાહક
યોજનાઓ મહિલાઓ માટે આત્મનિર્ભરતાનો માર્ગ બની રહી છે. સરકારી સહયોગ અને યોગ્ય
માર્ગદર્શન મેળવી અનેક મહિલાઓ પોતાના કૌશલ્યને વ્યવસાયમાં પરિવર્તિત કરી આર્થિક
રીતે સધ્ધર બની રહી છે. પોરબંદરના રહેવાસી દિવ્યાબેન હિતેનભાઈ ધોળકિયા આ
દિશામાં પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
દિવ્યાબેન ધોળકિયાએ સી.ઈ.ડી. (The
Centre for Entrepreneurship Development) દ્વારા આયોજિત તાલીમ વર્ગમાં ભાગ લઈને
માર્કેટિંગ અંગેનું વ્યવહારુ જ્ઞાન મેળવ્યું હતું. તાલીમ દરમિયાન પ્રાપ્ત થયેલા
કૌશલ્ય અને માર્ગદર્શનના આધારે તેમણે ઘરે બેઠા જ શણ અને શિસલ જેવા કુદરતી
રેસામાંથી વિવિધ આકર્ષક અને પર્યાવરણને અનુકૂળ ડેકોરેટિવ પ્રોડક્ટ્સ બનાવવાનો
વ્યવસાયનું માર્કેટિંગ કઈ રીતે કરવું તેની ટ્રેનિંગના પરિણામે તેમના ઉત્પાદનોને
સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને વેચાણમાં પણ પ્રોત્સાહક પરિણામો પ્રાપ્ત થઈ રહ્યાં
છે.
આજે દિવ્યાબેન ધોળકિયા પોતાના કૌશલ્ય, મહેનત અને સરકારી સહયોગના સમન્વયથી
સ્વરોજગાર થકી સારી આવક મેળવી આર્થિક રીતે પગભર બન્યા છે. તેમની આ સફળતા સાબિત કરે
છે કે યોગ્ય તાલીમ, માર્ગદર્શન અને બજારલક્ષી પ્લેટફોર્મ મળે તો મહિલાઓ ઘરેથી જ સફળ
વ્યવસાયનું નિર્માણ કરી શકે છે. દિવ્યાબેનની આત્મનિર્ભરતાની આ સફર અન્ય મહિલાઓને
પણ પોતાના કૌશલ્યને ઓળખી સ્વરોજગાર તરફ આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya