'વંદે માતરમ' ની રચનાના 151 વર્ષ પૂર્ણ, રાષ્ટ્રપતિ અને ઓમ બિરલા સહિત અનેક નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી
નવી દિલ્હી, 07 નવેમ્બર (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ સહિત અનેક નેતાઓએ શનિવારે રાષ્ટ્રીય ગીત ''વંદે માતરમ'' ની રચનાના, 151 વર્ષ પૂર્ણ થવા પર દેશવાસીઓને હાર્દિક અભિનંદન અને શુભેચ્છ
નોલ્ા ્


નવી દિલ્હી, 07 નવેમ્બર (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ સહિત અનેક નેતાઓએ શનિવારે રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ' ની રચનાના, 151 વર્ષ પૂર્ણ થવા પર દેશવાસીઓને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી.

રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ' ની રચનાના 151 વર્ષ પૂર્ણ થવા પર, હું તમામ દેશવાસીઓને હાર્દિક અભિનંદન પાઠવું છું. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન, આ ગીત દેશભક્તો માટે હિંમત, એકતા અને સંકલ્પનું પ્રતીક બન્યું. આજે પણ, તે આપણી રાષ્ટ્રીય ઓળખ, આત્મસન્માન અને માતૃભૂમિ પ્રત્યેના સમર્પણને દર્શાવે છે. મને આશા છે કે આપણા દેશવાસીઓ 'વંદે માતરમ' માં સમાયેલી 'રાષ્ટ્ર સર્વોપરી' ની ભાવનાને અપનાવશે અને રાષ્ટ્રનિર્માણમાં પોતાનું યોગદાન આપશે.

લોકસભા અધ્યક્ષે કહ્યું કે, 'વંદે માતરમ' ભારત માતા પ્રત્યે શ્રદ્ધા અને દેશભક્તિનું અમર ગીત ભારતની રાષ્ટ્રીય ચેતના, આત્મસન્માન અને એકતાનું એક સશક્ત પ્રતીક છે.

કેન્દ્રીય કાપડ મંત્રીએ કહ્યું કે, ભારત માતાના ચરણોમાં સમર્પિત આ પ્રેરણાદાયી ગીત, દરેક ભારતીયના હૃદયમાં દેશ પ્રત્યે અતૂટ પ્રેમ અને દેશભક્તિનો જુસ્સો જગાડે છે.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીએ કહ્યું કે, 'વંદે માતરમ' ભારતની આત્માનો અવાજ છે. તે સૌને પોતાની માતૃભૂમિથી પ્રેમ કરવા, તેના પ્રત્યે સમર્પિત થવા અને તેની સેવા કરવાની પ્રેરણા આપે છે. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન, આ ગીતે લોકોના હૃદયમાં આઝાદીની ભાવના જગાડી અને દેશને એકજૂટ કરવામાં મદદ કરી. ભારત માતાની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેનારા વીર ક્રાંતિકારીઓને કોટિ-કોટિ નમન.

ઉલ્લેખનીય છે કે, 1875 માં બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત આ કાલજયી ગીત, સ્વતંત્રતા આંદોલન દરમિયાન દેશભરના લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડનારું બન્યું. વિશેષ રૂપે 1905 ના સ્વદેશી આંદોલનના સમયે, 'વંદે માતરમ' સ્વતંત્રતા સેનાનીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત અને એક એવો ઉદ્ઘોષ બની ગયું, જેણે વિદેશી શાસન વિરુદ્ધના સંઘર્ષમાં નવી ઊર્જા ભરી દીધી.

આ ગીતનો દરેક શબ્દ માતૃભૂમિ પ્રત્યે શ્રદ્ધા, ત્યાગ, સમર્પણ અને ગૌરવને દર્શાવે છે. તેણે અસંખ્ય ક્રાંતિકારીઓ અને દેશવાસીઓને રાષ્ટ્રની સ્વતંત્રતા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેવાનું સાહસ આપ્યું.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande