ગોયલે, અમેરિકી વાણિજ્ય સચિવ લુટનિક સાથે મુલાકાત કરી , વેપાર અંગે ચર્ચા થઈ
નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી (હિ.સ.): કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે, ગુરુવારે અમેરિકી વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિક અને ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોર સાથે મુલાકાત કરી. તેમણે બંને દેશો વચ્ચે વેપાર સંબંધો વધારવાના માર્ગો પર ચર્ચા કરી.
પીયૂષ ગોયલે, અમેરિકી વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિક અને અમેરિકી રાજદૂત સર્જિયો ગોર સાથે મુલાકાત કરી

નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી (હિ.સ.): કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે, ગુરુવારે અમેરિકી વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિક અને ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોર સાથે મુલાકાત કરી. તેમણે બંને દેશો વચ્ચે વેપાર સંબંધો વધારવાના માર્ગો પર ચર્ચા કરી.

ગોયલે કહ્યું કે, વેપાર અને આર્થિક ભાગીદારીના વિસ્તરણ અંગેની આ બેઠક એવા સમયે થઈ રહી છે, જ્યારે બંને દેશો દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના કાનૂની મુસદ્દાને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે, જે તેના મહત્વને વધુ વધારે છે.

અમેરિકી સુપ્રીમ કોર્ટ દ્વારા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વ્યાપક ટેરિફ આદેશને રદ કર્યા પછી, અમેરિકાએ 150 દિવસ માટે વૈશ્વિક સ્તરે તમામ દેશો પર 10% ટેરિફની જાહેરાત કરી. જો કે, ટ્રમ્પ વહીવટીતંત્રે પાછળથી આ વધારો 15% કર્યો. વધુમાં, ટ્રમ્પે ભારતમાંથી આયાત કરાયેલા સોલાર સેલ અને મોડ્યુલો પર 126% સુધીની ભારે કાઉન્ટરવેલિંગ ડ્યુટી (વધારાની ટેરિફ) લાદી છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ

 rajesh pande