
સિંગાપોર, નવી દિલ્હી,26 ફેબ્રુઆરી
(હિ.સ.) ભારતીય ટેબલ ટેનિસ ખેલાડીઓ મનુષ શાહ અને માનવ ઠક્કરે, સિંગાપોર સ્મેશની
સેમિફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો. તેઓ વિશ્વ ટેબલ ટેનિસમાં ગ્રાન્ડ
સ્મેશ-સ્તરની સ્પર્ધાના સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય પુરુષ ડબલ્સ જોડી
બની.
છઠ્ઠી ક્રમાંકિત જોડીએ બેલ્જિયમના માર્ટિન એલેગ્રો અને
એડ્રિયન રાસેનફોસેને સીધી રમતોમાં 3-0 (11-8, 11-9, 11-9) થી હરાવ્યા. આ મેચ 27 મિનિટ ચાલી.
ભારતીય જોડીએ બેલ્જિયમની જોડી સામેનો, પોતાનો હેડ-ટુ-હેડ રેકોર્ડ 2-0 થી સુધાર્યો.
ઉલ્લેખનીય છે કે, બેલ્જિયમની જોડીએ ક્વાર્ટર ફાઇનલમાં ટોચની ક્રમાંકિત જોડીને
હરાવી હતી.
ભારતીય જોડી શુક્રવારે સેમિફાઇનલમાં ચોથા ક્રમાંકિત ભાઈઓ
ફ્રાન્સના ફેલિક્સ લેબ્રન અને એલેક્સિસ લેબ્રન સામે ટકરાશે.
દિવસની શરૂઆતમાં, છઠ્ઠી ક્રમાંકિત ભારતીય જોડી મનુષ શાહ અને દિયા ચિતાલે
ક્વાર્ટર ફાઇનલમાં તેમની મિશ્ર ડબલ્સ મેચ હારી ગઈ. તેઓ હ્યુગો કાલ્ડેરાનો અને
બ્રુના તાકાહાશીની ત્રીજી ક્રમાંકિત બ્રાઝિલિયન જોડી સામે 3-0 (11-6, 11-9, 11-5) થી હારી ગયા.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ