
ગીર સોમનાથ, 28 ફેબ્રુઆરી (હિ.સ.) : હોળી આગમનને પગલે રંગ પિચકારી અને ખજૂર- ટોપરા- ધાણી -દાળિયા બજારો ધમધમી ને
પ્રભાસ પાટણ હોળી ધુળેટીના દિવસો જેમ જેમ નજદીક આવતા જાય છે તેમ તેમ હોળી પર્વ આનુસંગીક બજારો ઉત્સાહ- આશાની સાથે ધમધમતી થઈ છે બાળકોને રંગ ઉડાડવા માટેની પિચકારીઓ ₹10 થી માંડી ₹300 સુધી જોવા મળે છે. પ્લાસ્ટિક બેઇઝની આ પિચકારીઓમાં વર્તમાન પ્રવાહોનું પ્રતિબિંબ પિચકારીઓની ડિઝાઇન અને વેરાઈટીઓમાં નજરે ચઢે છે.
ફાયર બ્રિગેડ -ડોક્ટર કીટ- ત્રિશુલ- ડમરું- ગદા એવું અનેક વિધ ઘાણી-દારીયા -ખજૂર- ટોપરા -નારિયેળ -અબીલ- ગલાલ- રંગો- કેસુડાના ફૂલો આમ સમગ્ર બજાર હોળી ઉત્સવમય થનગનાટ ભરી બની રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ