
ભુવનેશ્વર, નવી દિલ્હી, 28 ફેબ્રુઆરી (હિ.સ.)
ઇન્ડિયન મેટલ્સ એન્ડ ફેરો એલોય્સ લિમિટેડ (આઇએમએફએ) એ ઓડિશાના જાજપુર જિલ્લાના કલિંગાનગરમાં ટાટા
સ્ટીલ લિમિટેડના ફેરોક્રોમ પ્લાન્ટનું વ્યૂહાત્મક સંપાદન પૂર્ણ કર્યું છે.
ઇન્ડિયન મેટલ્સ એન્ડ ફેરો એલોય્સ લિમિટેડે શનિવારે એક
નિવેદનમાં જણાવ્યું હતું કે,” ટાટા સ્ટીલ પાસેથી ફેરોક્રોમ પ્લાન્ટ ₹707.26 કરોડમાં હસ્તગત
કર્યો છે. ઓડિશાના કલિંગાનગર જિલ્લામાં 115 એકર જમીન પર સ્થિત, પ્લાન્ટમાં હાલમાં ચાર ભઠ્ઠીઓ છે જે દર વર્ષે 100,000 ટન ઉત્પાદન
કરવાની ક્ષમતા ધરાવે છે. સંપાદન રકમ સંપૂર્ણપણે આંતરિક ઉપાર્જનમાંથી ભંડોળ પૂરું
પાડવામાં આવ્યું હતું.”
આઇએમએફએએ જણાવ્યું હતું કે,” ₹707.26 કરોડના કુલ સોદામાં ₹610 કરોડની મૂળ
કિંમત, ઉપરાંત જીએસટીઅને કાર્યકારી
મૂડીનો સમાવેશ થાય છે.” કંપનીએ વધુમાં ઉમેર્યું હતું કે,” પાંચમી ભઠ્ઠી પરનું કામ
હાલમાં અધૂરું છે અને લગભગ એક વર્ષમાં પૂર્ણ થશે. એકવાર કાર્યરત થયા પછી, પ્લાન્ટની કુલ
ઉત્પાદન ક્ષમતા વધીને વાર્ષિક 1,5૦,૦૦૦ ટન થશે.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ