જામનગર પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી : ઈ-મેલ મળતા પોલીસ તંત્ર એલર્ટ, સર્ચ ઓપરેશન હાથ ધરાયું
જામનગર, 28 ફેબ્રુઆરી (હિ.સ.) જામનગર શહેરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. એક અજાણ્યા શખ્સ દ્વારા ઈ-મેલ મારફતે આ ધમકી આપવામાં આવી હતી, જેના પગલે પોલીસ કાફલો તાત્કા
પોલીસનું સર્ચ


જામનગર, 28 ફેબ્રુઆરી (હિ.સ.)

જામનગર શહેરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. એક અજાણ્યા શખ્સ દ્વારા ઈ-મેલ મારફતે આ ધમકી આપવામાં આવી હતી, જેના પગલે પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.પોલીસને મળેલા ઈ-મેલમાં સ્પષ્ટપણે પોસ્ટ ઓફિસમાં બોમ્બ હોવાનો અને તેને ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ મેલ મળતાની સાથે જ જામનગર પોલીસ સક્રિય બની હતી અને ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ચાંદી બજાર ખાતે ધસી ગયો હતો.સાવચેતીના ભાગરૂપે, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. સમગ્ર પોસ્ટ ઓફિસ બિલ્ડિંગને ખાલી કરાવીને ખૂણેખૂણાની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.ચાંદી બજાર જામનગરનું એક વ્યસ્ત વ્યાપારી કેન્દ્ર હોવાથી, બોમ્બની ધમકીના સમાચારને પગલે આસપાસના વેપારીઓ અને ગ્રાહકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. સુરક્ષાના કારણોસર આસપાસના વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો.હાલ પોલીસ આ ઈ-મેલ ક્યાંથી આવ્યો અને કોણે મોકલ્યો તે અંગે સાયબર ક્રાઈમની મદદથી ટેકનિકલ તપાસ કરી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈની તોફાની હરકત હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે, પરંતુ પોલીસ કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવા માંગતી નથી અને તપાસ ચાલુ છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande