સમુદ્રમાં લાઈટ ફિશિંગ બેફામ: માછીમારોમાં રોષ.
પોરબંદર, 28 ફેબ્રુઆરી (હિ.સ.) પોરબંદર માછીમાર બોટ એસો.એ દરિયામાં મોટામાથાઓ દ્વારા ચાલતી ગુંડાગીરીને લઈને અવાજ ઉઠાવ્યો છે. આ સાથે પોલીસ તથા સુરક્ષા એજન્સીઓની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. જે કામગીરી મરિન પોલીસ અને કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓને કરવાની
સમુદ્રમાં લાઈટ ફિશિંગ બેફામ: માછીમારોમાં રોષ.


સમુદ્રમાં લાઈટ ફિશિંગ બેફામ: માછીમારોમાં રોષ.


પોરબંદર, 28 ફેબ્રુઆરી (હિ.સ.) પોરબંદર માછીમાર બોટ એસો.એ દરિયામાં મોટામાથાઓ દ્વારા ચાલતી ગુંડાગીરીને લઈને અવાજ ઉઠાવ્યો છે. આ સાથે પોલીસ તથા સુરક્ષા એજન્સીઓની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. જે કામગીરી મરિન પોલીસ અને કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓને કરવાની હોય છે તે કામગીરી માછીમારો કરી રહ્યા છે.

દરિયામાં ગેરકાયદે લાઈટ અને લાઈન ફિશિંગ સામે સુરક્ષા એજન્સીઓની ઢીલી નીતને કારણે નાના માછીમારોને માછીમારી કરવી મુશ્કેલ બની છે.પોરબંદર માછીમારી બોટ એસો.ના પ્રમુખ મુકેશભાઈ પાંજરીએ ગઈ કાલે બપોરના સમયે પત્રકાર પરિષદ યોજી પોરબંદર પોલીસ તથા સુરક્ષા એજન્સીઓની ઢીલી નીતિ સામે આક્ષેપો સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો. મુકેશભાઈ પાંજરીના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રની 150-200 બોટ ગુજરાતના દરિયામાં મોટાપાયે ગેરકાયદે એલ.ઈ.ડી. તથા લાઈટ ફિશિંગ કરી રહ્યા છે. આમ છતાં સુરક્ષા એજન્સીઓ તેને પકડતી નથી. બે દિવસ પહેલા નવીબંદર મરીન પોલીસે દરિયામાંથી ગેરકાયદે લાઈટ ફિશીંગ કરતી બે બોટોને પકડી હતી. આ બોટોને પકડી તેની સામે મત્સયોદ્યોગના કાયદા 2024-25 મુજબ કાર્યવાહી કરવાને બદલે પોલીસે મત્સ્યોદ્યોગ અધિનિયમ 2003 ની કાયદાની કલમ હેઠળ કાર્યવાહી કરી મહારાષ્ટ્રની બંને

બોટોને જવા દેતા માછીમારીઓમાં રોષ છે. આ સાથે સાથે મુકેશ પાંજરીએ વધુમાં જણાવ્યું હતું કે, આ સિવાયની પણ ત્રણ બોટો જેને માંગરોળના માછીમારો દ્વારા પકડવામાં આવી હતી. માંગરોળના માછીમારો દરિયામાં મહારાષ્ટ્રની એલ.ઈ.ડી. ફિશિંગ રોકવા જતા ત્યારે મહારાષ્ટ્રની બોટોએ માંગરોળની બોટ પર બોટ ચડાવવાનો હિંસક પ્રયાસ કર્યો હતો.

ત્યારબાદ માંગરોળની બોટોએ મહારાષ્ટ્રની ત્રણ બોટોને પકડી માંગરોળ બંદરે કાર્યવાહી કરવા માટે લઈ ગયા. ત્યાંથી હાલ આ ત્રણ બોટ પોરબંદર બંદર પર રાખવામાં આવી છે. માંગરોળના માછીમારોનું કહેવું એવું છે કે, આ ત્રણ જે મહારાષ્ટ્રની બોટ ઝડપવામાં આવી છે તે 12 નોટિકલ માઈલની અંદરથી પકડવામાં આવી છે અને એમાં પણ એક બોટ તો રજીસ્ટ્રેશન વિનાની છે છતાં સુરક્ષા એજન્સીઓનો ઢીલી કામગીરીને લઈને માછીમારોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે મુકેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે પોરબંદરના માછીમારોની માંગ છે કે દરિયામાં અત્યારે જો ગેરકાયદે પ્રવૃતિઓ ચાલે છે તો એલ.ઈ.ડી. ફિશિંગ લાઈટના આડમાં ચાલે છે. જેથી ગુજરાત પોલીસ અને ભારતની સુરક્ષા એજન્સીઓ આવા મોટા માછીમારો ગેરકાયદે માછીમારી કરે છે તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે તેજ દેશની સુરક્ષા અને માછીમારોના હિતમાં છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande