લાલપુરમાં SPની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો, વાર્ષિક ઇન્સ્પેક્શન બાદ લોકોના પ્રશ્નો સાંભળી નિરાકરણની ખાતરી આપી
જામનગર, 28 ફેબ્રુઆરી (હિ.સ.) : લાલપુરમાં જિલ્લા પોલીસ અધિક્ષક રવિ મોહન સૈન્યની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન લાલપુર પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જનતા માટે લોક દરબારનું પણ આયોજન કરાયું
લાલપુરમાં લોક દરબાર


જામનગર, 28 ફેબ્રુઆરી (હિ.સ.) :

લાલપુરમાં જિલ્લા પોલીસ અધિક્ષક રવિ મોહન સૈન્યની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન લાલપુર પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જનતા માટે લોક દરબારનું પણ આયોજન કરાયું હતું.

એસ.પી. રવિ મોહન સૈન્ય દ્વારા પોલીસ સ્ટેશનની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. તેમણે અધિકારીઓને કામ ઝડપથી પૂર્ણ કરવા અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા માટે સૂચનાઓ આપી હતી.તપાસણી બાદ પોલીસ સ્ટેશનના પરિસરમાં જ લોક દરબાર યોજાયો હતો. જેમાં પ્રજાના પ્રશ્નો ધ્યાનપૂર્વક સાંભળવામાં આવ્યા હતા.

એસ.પી. સૈન્યએ લોકોને તેમના પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.આ કાર્યક્રમમાં પોલીસ કાફલા સાથે સ્થાનિક રાજકીય આગેવાનો, સામાજિક અગ્રણીઓ, તેમજ લાલપુર શહેર અને તાલુકાના વિવિધ ગામોના સરપંચો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપસ્થિતિએ પોલીસ અને પ્રજા વચ્ચેના વિશ્વાસને વધુ મજબૂત બનાવ્યો હતો.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે લાલપુર પોલીસે સઘન પ્રયાસો કર્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande