પરંપરાગત ખેતી છોડીને ફૂલની બાગાયતથી સફળતા મેળવતા હરિભાઈ ચૌધરી
મહેસાણા, 28 ફેબ્રુઆરી (હિ.સ.) મહેસાણા જિલ્લાના કુકસ ગામના 43 વર્ષીય હરિભાઈ શ્યામજીભાઈ ચૌધરીએ પરંપરાગત ખેતીમાંથી બહાર આવી ફૂલની બાગાયત અપનાવી સફળતા મેળવી છે. બારમું ધોરણ સુધી અભ્યાસ કરેલા હરિભાઈએ શરૂઆતમાં પરંપરાગત પાક લીધા, પરંતુ ખર્ચ વધારે અને નફો
પરંપરાગત ખેતી છોડીને ફૂલની બાગાયતથી સફળતા મેળવતા હરિભાઈ ચૌધરી


પરંપરાગત ખેતી છોડીને ફૂલની બાગાયતથી સફળતા મેળવતા હરિભાઈ ચૌધરી


મહેસાણા, 28 ફેબ્રુઆરી (હિ.સ.) મહેસાણા જિલ્લાના કુકસ ગામના 43 વર્ષીય હરિભાઈ શ્યામજીભાઈ ચૌધરીએ પરંપરાગત ખેતીમાંથી બહાર આવી ફૂલની બાગાયત અપનાવી સફળતા મેળવી છે. બારમું ધોરણ સુધી અભ્યાસ કરેલા હરિભાઈએ શરૂઆતમાં પરંપરાગત પાક લીધા, પરંતુ ખર્ચ વધારે અને નફો ઓછો રહેતા બે વર્ષ પહેલાં ગલગોટાની ખેતી શરૂ કરી. અડધા વીઘાથી શરૂઆત કરીને આજે તેઓ બે વીઘામાં કેસરી અને પીળી જાતના ગલગોટાનું વાવેતર કરે છે.

હરિભાઈ જણાવે છે કે મે મહિનામાં વાવેતર કર્યા બાદ ઓગસ્ટથી ઉત્પાદન શરૂ થાય છે અને શ્રાવણ-ભાદરવા દરમિયાન 70 થી 80 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ મળે છે. એક વીઘામાં આશરે 4000 છોડ માટે 30 થી 35 હજાર ખર્ચ થાય છે, પરંતુ યોગ્ય આયોજનથી એક વીઘામાંથી 1 લાખ રૂપિયા સુધીનું વળતર મળી શકે છે. અત્યાર સુધી તેઓ 25,000 રૂપિયાનું વેચાણ કરી ચૂક્યા છે અને આ વર્ષે લાખો રૂપિયાના વેચાણનો અંદાજ છે.

બાગાયત ખાતા મુજબ ગલગોટા પાક માટે પ્રતિ હેક્ટર 12,000 રૂપિયા સહાય મળે છે. સરકારી સહાય અને મહેનતના સંકલનથી હરિભાઈ આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande