કાચના બાઉલમાં હરિયાળો વિશ્વ ઊભું કરતું ટેરેરિયમ આર્ટ
મહેસાણા, 28 ફેબ્રુઆરી (હિ.સ.) : ગાંધીનગરની કૃપાબેન જીગરભાઈ શાહે અનોખા ટેરેરિયમ આર્ટ દ્વારા હરિયાળું વ્યવસાય મોડેલ ઊભું કર્યું છે. છેલ્લા 5 વર્ષથી તેઓ “આરણ્ય ક્રાફ્ટસ” નામે કાચના બાઉલમાં નાનકડું ઇકોસિસ્ટમ તૈયાર કરીને તેનું વેચાણ કરે છે. ટેરેરિયમ એટલ
કાચના બાઉલમાં હરિયાળો વિશ્વ ઊભું કરતું ટેરેરિયમ આર્ટ


કાચના બાઉલમાં હરિયાળો વિશ્વ ઊભું કરતું ટેરેરિયમ આર્ટ


મહેસાણા, 28 ફેબ્રુઆરી (હિ.સ.) : ગાંધીનગરની કૃપાબેન જીગરભાઈ શાહે અનોખા ટેરેરિયમ આર્ટ દ્વારા હરિયાળું વ્યવસાય મોડેલ ઊભું કર્યું છે. છેલ્લા 5 વર્ષથી તેઓ “આરણ્ય ક્રાફ્ટસ” નામે કાચના બાઉલમાં નાનકડું ઇકોસિસ્ટમ તૈયાર કરીને તેનું વેચાણ કરે છે. ટેરેરિયમ એટલે કાચના પાત્રમાં માટી, છોડ અને જરૂરી તત્વો ભરી સીલ કરાયેલ નાનકડો બગીચો, જેને પાણી કે ખાતરની જરૂર પડતી નથી. ફક્ત લાઈટની યોગ્ય કાળજી રાખવી પડે છે, જેથી તે વર્ષો સુધી તાજું રહે છે.

કૃપાબેન જણાવે છે કે શરૂઆત શોખથી થઈ હતી, પરંતુ ગ્રાહકોનો સારો પ્રતિસાદ મળતાં તેને વ્યવસાયમાં ફેરવ્યો. તેઓ 1,200 થી 10,000 રૂપિયા સુધીના ટેરેરિયમ બનાવે છે અને કસ્ટમાઇઝ ઓર્ડર પણ સ્વીકારે છે. દરરોજ 30 થી 40 ટેરેરિયમ તૈયાર કરવામાં આવે છે, જેને વેચાણ પહેલાં 1 અઠવાડિયા ક્વોરન્ટાઇનમાં રાખી ગુણવત્તા ચકાસવામાં આવે છે.

ડોક્ટર, એન્જિનિયર અને કોર્પોરેટ ક્ષેત્રમાં તેમની કૃતિઓ લોકપ્રિય બની છે. દર વર્ષે 2 થી 3 લાખ રૂપિયાની આવક સાથે કૃપાબેન પર્યાવરણપ્રેમ અને ઉદ્યોગ સાહસિકતાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande