
જામનગર, 28 ફેબ્રુઆરી (હિ.સ.)
જામનગર મહાનગરપાલિકાની મિલ્કતવેરા શાખાની ટીમે શુક્રવારે હાપા માર્કેટીંગ યાર્ડમાં બે શોપને સીલ કરવામાં આવી છે. દુકાનદારોને સાતેક માસ પહેલા વોરંટ ઈશ્યુ કરેલ તેમ છતાં ટેક્સની રકમ ભરવામાં ન આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે.હાપા માર્કેટીંગ યાર્ડમાં આવેલી શોપ નં-34 અને 44 મિલકતની 31,03,2025 સુધીની બાકી રોકાતી ટેક્સની રકમ રૂ.1,68,013 ભરપાઈ કરવામાં આવતી ન હતી. જેથી મહાનગરપાલિકા ગત તા.17,7,2024ના રોજ વોરંટ ઈશ્યુ કર્યા હતા. તેમ છતાં ટેક્સની રકમ ભરપાઈ કરવામાં આવી ન હતી.જે બાદ પણ પ્રોપર્ટી ટેક્સ ભરપાઈ કરવામાં ન આવતા મિલ્કત જપ્તી માટેની નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં રકમ ભરપાઈ ન કરતા આજે મહાનગરપાલિકાની મિલ્કતવેરા શાખાની ટીમે જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડ ખાતે પહોંચી હતી અને શોપનં-34 અને 44ને સીલ કરવામાં આવી હતી. ઉપરાંત મ્યુ.તંત્રની કડક ઉઘરાણીના કારણે બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt