નવસારી SOGની કાર્યવાહી: ત્રણ વર્ષથી ફરાર છેતરપિંડીનો આરોપી નેત્રંગમાંથી ઝડપાયો
નવસારી, 28 ફેબ્રુઆરી (હિ.સ.) : નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ લાંબા સમયથી પોલીસને ચૂંથતો એક છેતરપિંડીનો આરોપી અંતે પકડી પાડ્યો છે. લગભગ ત્રણ વર્ષથી ફરાર રહેલો આ આરોપી પોતાની ઓળખ છુપાવવા માટે નામ બદલીને ભરૂચ જિલ્લાના નેત્રંગ વિસ્તારમાં વસવાટ કર
Arrest


નવસારી, 28 ફેબ્રુઆરી (હિ.સ.) : નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ લાંબા સમયથી પોલીસને ચૂંથતો એક છેતરપિંડીનો આરોપી અંતે પકડી પાડ્યો છે. લગભગ ત્રણ વર્ષથી ફરાર રહેલો આ આરોપી પોતાની ઓળખ છુપાવવા માટે નામ બદલીને ભરૂચ જિલ્લાના નેત્રંગ વિસ્તારમાં વસવાટ કરી રહ્યો હતો.

આરોપી સામે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાત સંબંધિત ગુનાઓ નોંધાયેલા હતા. જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ અને સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંહ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ દિશાનિર્દેશ આપ્યા બાદ SOGની ટીમે સક્રિય કામગીરી હાથ ધરી હતી.

આ દરમિયાન SOGના એએસઆઈ નઈમખાન ડોસખાનને મળેલી ગુપ્ત માહિતીના આધારે તપાસ શરૂ કરવામાં આવી. તપાસમાં ખુલ્યું કે નિલેશ ઉર્ફે રાજુભાઈ કરશનભાઈ ગુજરાતી નામનો આરોપી ‘ઘનશ્યામ પટેલ’ તરીકે ખોટી ઓળખ અપનાવીને નેત્રંગ હાઈસ્કૂલ નજીક રહેતો હતો.

પોલીસે ચોક્કસ નજર રાખીને આરોપીને ઝડપી પાડ્યો હતો. તેના વિરુદ્ધ IPCની કલમ 406, 420 અને 120(B) હેઠળ ગુનાઓ નોંધાયેલા છે. હાલ આરોપીને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે નવસારી રૂરલ પોલીસને સોંપવામાં આવ્યો છે.

આ સમગ્ર ઓપરેશનમાં SOGના ઇન્ચાર્જ પી.આઈ. પી.વાય. ચિત્તે સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande