SBI આરસેટી દ્વારા બહેનોને 'કોસ્ચ્યુમ જ્વેલરી'ની તાલીમ અપાઈ.
પોરબંદર, 28 ફેબ્રુઆરી (હિ.સ.) એસ.બી.આઈ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા (RSETI) પોરબંદર દ્વારા સ્થાનિક બહેનો આર્થિક રીતે પગભર થાય તેવા ઉમદા હેતુથી ''કોસ્ચ્યુમ જ્વેલરી બનાવટ'' અંગેની તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ તાલીમ શિબિરમાં કુલ 2
SBI આરસેટી દ્વારા  બહેનોને  'કોસ્ચ્યુમ જ્વેલરી'ની તાલીમ અપાઈ.


પોરબંદર, 28 ફેબ્રુઆરી (હિ.સ.) એસ.બી.આઈ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા (RSETI) પોરબંદર દ્વારા સ્થાનિક બહેનો આર્થિક રીતે પગભર થાય તેવા ઉમદા હેતુથી 'કોસ્ચ્યુમ જ્વેલરી બનાવટ' અંગેની તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ ખાસ તાલીમ શિબિરમાં કુલ 20 બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ તાલીમ સંપૂર્ણપણે વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી, જેમાં બહેનોને આધુનિક જ્વેલરી બનાવવાની વિવિધ કૌશલ્યલક્ષી પદ્ધતિઓ શીખવવામાં આવી હતી. અને આ કાર્યક્રમમાં ગેસ્ટ ફેકલ્ટી (માસ્ટર ટ્રેનર) તરીકે કચ્છથી પધારેલા અલ્ફાના સુરંગીએ બહેનોને ઝીણવટભર્યું માર્ગદર્શન આપ્યું હતું.આ તાલીમના અંતે આયોજિત પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમમાં એસ.બી.આઈ. આરસેટી પોરબંદરના ડાયરેક્ટર રમેશચંદ મીના, ડી.આર.ડી.એ. ના ડી.એલ.એમ. જ્ઞાનદેવસિંહ ચુડાસમા, તાલુકા પંચાયત રાણાવાવનો સ્ટાફ તેમજ આરસેટી સંસ્થાના અન્ય સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande