
નવી દિલ્હી, 28 ફેબ્રુઆરી (હિ.સ.) આઇસીસી ટી20 વર્લ્ડ કપના
સુપર 8 તબક્કામાં
સેમિફાઇનલમાં પહોંચવાની પાકિસ્તાનની આશાઓને કોલંબોમાં ઇંગ્લેન્ડ સામે ચાર વિકેટથી
હાર મળતાં નવુ જીવંત દાન મળ્યું.
અત્યાર સુધી, પાકિસ્તાનનો ગ્રુપ 2 માં ફક્ત એક જ પોઈન્ટ છે. કિવીઓ સામેની મેચ વરસાદને કારણે
રદ કરવામાં આવી હતી, જ્યારે તેઓ
ઇંગ્લેન્ડ સામે હારી ગયા હતા. જો ન્યુઝીલેન્ડ આ મેચ જીતી ગયું હોત, તો પાકિસ્તાન
ફાઇનલ મેચ જીતવા છતાં બહાર થઈ ગયું હોત.
પરંતુ ઇંગ્લેન્ડની વાપસી જીતથી હવે, પાકિસ્તાનને
સેમિફાઇનલમાં પહોંચવાની તક મળી છે. હવે, સલમાન આગાની આગેવાની હેઠળની ટીમે, નેટ રન રેટના આધારે
ન્યૂઝીલેન્ડને પાછળ છોડી દેવા માટે પોતાની અંતિમ મેચમાં શ્રીલંકાને મોટા માર્જિનથી
હરાવવું પડશે.
મેચ દરમિયાન એક સમયે એવું લાગતું હતું કે, ન્યૂઝીલેન્ડ જીતી
જશે, કારણ કે તેઓએ
ઇંગ્લેન્ડને 16.5 ઓવરમાં 6 વિકેટે 117 રન પર રોકી દીધું હતું, જ્યારે 19 બોલમાં 43 રનની જરૂર હતી. પરંતુ ઇંગ્લેન્ડના
બેટ્સમેનોએ અંતિમ ઓવરમાં આક્રમક રમત રમીને મેચનું પાસું ફેરવી દીધું અને પાકિસ્તાન
માટે રસ્તો ખોલી દીધો.
પાકિસ્તાન માટે ક્વોલિફિકેશન સમીકરણ-
જો પાકિસ્તાન પહેલા બેટિંગ કરે તો:
સ્કોર 1૦3-150 રન → ઓછામાં ઓછા 63 રનથી જીતવું આવશ્યક છે
સ્કોર 151-198 રન → ઓછામાં ઓછા 64 રનથી જીતવું આવશ્યક છે
સ્કોર 199-246 રન → ઓછામાં ઓછા 65 રનથી જીતવું આવશ્યક છે
જો પાકિસ્તાન લક્ષ્યનો પીછો કરે તો:
લક્ષ્ય 115-123→12.4 ઓવરમાં અથવા તે પહેલાં હાંસલ કરવું આવશ્યક છે
લક્ષ્ય 124-132→12.5 ઓવરમાં અથવા તે પહેલાં હાંસલ કરવું આવશ્યક છે
લક્ષ્ય 133-142→12.6 ઓવરમાં અથવા તે પહેલાં હાંસલ કરવું આવશ્યક છે
લક્ષ્ય 143-152→13.1 ઓવરમાં અથવા તે પહેલાં હાંસલ કરવું આવશ્યક છે
લક્ષ્ય 153-163→13.2 ઓવરમાં અથવા તે પહેલાં હાંસલ કરવું આવશ્યક છે
લક્ષ્ય 164-175→13.3 ઓવરકે તેથી વહેલા
એ સ્પષ્ટ છે કે, પાકિસ્તાનને ફક્ત જીતની જ નહીં, પણ મોટી જીતની
જરૂર છે. બધાની નજર હવે પાકિસ્તાન-શ્રીલંકા મેચ પર છે, જ્યાં નેટ રન રેટ
સેમિફાઇનલમાં ચોથી ટીમ નક્કી કરશે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ