ટ્રાફિક પોલીસે મૂળ મલિક ને મોબાઈલ પરત કર્યો.
પોરબંદર, 28 ફેબ્રુઆરી (હિ.સ.)ટ્રાફિક શાખાના પોલીસ હેડ કોન્સ. માલીબેન મોઢવાડિયા તથા ટ્રાફિક બ્રિગેડ જયપાલભાઈ વિંઝુડા ગત 27 ફેબ્રુઆરીના રોજ પોતાની ફરજ પરથી બપોરના દોઢેક વાગ્યે ટ્રાફિક ઓફિસે જતા હતા તે દરમ્યાન ગોઢાણીયા કોલેજ પાસે રોડ ઉપરથી એક ઓપો કંપન
ટ્રાફિક પોલીસે મૂળ મલિક ને મોબાઈલ પરત કર્યો.


પોરબંદર, 28 ફેબ્રુઆરી (હિ.સ.)ટ્રાફિક શાખાના પોલીસ હેડ કોન્સ. માલીબેન મોઢવાડિયા તથા ટ્રાફિક બ્રિગેડ જયપાલભાઈ વિંઝુડા ગત 27 ફેબ્રુઆરીના રોજ પોતાની ફરજ પરથી બપોરના દોઢેક વાગ્યે ટ્રાફિક ઓફિસે જતા હતા તે દરમ્યાન ગોઢાણીયા કોલેજ પાસે રોડ ઉપરથી એક ઓપો કંપનીનો મોબાઈલ ફોન મળી આવતા ટ્રાફિક ઓફિસે પોલીસ હેડ કોન્સ.અશોક ગોંડલીયાને જાણ કરતા મુળ માલિકની તપાસ કરતા આ મોબાઈલ હિતેશ મગનભાઈ વાજાનો હોવાનું જાણવા મળ્યું હતું જેથી તેમનો સંપર્ક સાધી રૂબરૂ ટ્રાફિક ઓફિસ પોરબંદર ખાતે બોલાવી મોબાઈલ બાબતે પુરાવા મેળવી તેઓને તેમનો મોબાઈલ ફોન સોંપી આપતા હિતેશભાઈ વાજાએ ટ્રાફિક પોલીસનો આભાર વ્યક્ત કરેલ હતો.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande