
પોરબંદર, 28 ફેબ્રુઆરી (હિ.સ.) : દરિયામાં માછીમારે પોતાના શરીર ઉપર ડિઝલ છાંટી અગ્નિસ્નાન કરી મોતને વહાલું કર્યાની ઘટના સામે આવી છે. પોરબંદરના નવી બંદર પોલીસ
સ્ટેશન માંથી મળતી વિગતો મુજબ ઓખાના રહેવાસી મરણજનાર શુક્કરભાઈ સોમાભાઈ હળપતિ જેઓ ઓખા બંદરથી 15 નોટિકલ માઈલ દૂર દરિયામાં ‘મદની કશ્વા' નામની બોટમાં હતા આ દરમિયાન બોત પર આગળના બાગે ભંડારીયામાં બોટના માણસો માટે રસોઈ બનાવતા હોય ત્યારે તેઓએ પોતાની મેળે અગમ્ય કારણોસર બોટના ભંડારીયામાંથી એન્જીન રૂમમાં જઈ અને બોટના એન્જીનની નળી વડે પોતાના શરીરે ડીઝલ પાઇપ કાઢી શરીર પાર છાંટી અગ્નિ સ્નાન કરી લેતા મોત થયું છે. પોલીસે આ ઘટનાને લઇ વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya