
જુનાગઢ, 28 ફેબ્રુઆરી (હિ.સ.) : રાજય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત રાષ્ટ્રીયકક્ષા ખડક ચઢાણ શિબિર ૨૦૨૫-૨૬ તા.૨૨/૦૨/૨૦૨૬ થી તા.૨૮/૦૨/૨૦૨૬ દરમિયાન જુનાગઢ ખાતે યોજાયો.
જેમાં શિબિરના છેલ્લા દિવસના રોજ પૂર્ણાહુતી કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમના અધ્યક્ષ આકાશભાઈ કટારા ડીપ્યુટી મેયર, જુનાગઢ મહાનગરપાલિકા, પલ્લવીબેન ઠાકર સ્ટેન્ડીગ કમિટીના ચેરપર્સન જુનાગઢ મહાનગરપાલિકા, ગૌરવભાઈ રૂપારેલીયા શહેર ભાજપ પ્રમુખ, દશરથ સિંઘ રાવત ચીફ ઈન્સ્ટકટર, નેહરુ પર્વતારોહણ સંસ્થા, ઉત્તરકાશી, નિરત ભટ્ટ માનદ ટ્રેઝરર, એડવેન્ચર ટુર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા, કે.પી. રાજપૂત પૂર્વ પ્રિન્સીપાલ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટઆબુ, ઉપેન્દ્રસિંહ રાઠોડ ઇન્સ્ટ્રકટર ઇન્ચાર્જના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરી શીબીરાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત શિબિર અંગેની માહિતી ઉપેન્દ્રસિંહ રાઠોડ ઇન્સ્ટ્રકટર ઇન્ચાર્જએ આપી હતી. શીબીરાર્થી કારંગીયા નાગાભાઈ, ચોહાણ સંજય દ્વારા કેમ્પના અનુભવો વિષે તેમના અભિપ્રાય વ્યક્ત કરેલ હતો કે વિષય નિષ્ણાંતોના અનુભવોથી આ ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા મળી, મોબાઇલથી દુર રહીને પ્રકૃતિ સાથે રહેવાની, રોક કલામ્બીંગના નવા ફિલ્ડની જાણકારી મળી. નિરત ભટ્ટ માનદ ટ્રેઝરરએ શિબિર વિષે જણાવતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047ના વિઝન મુજબ સાહસ ક્ષેત્રે ગ્રામ્ય અને પહાડી વિસ્તારોમાં યુવાનોમાં સ્થાનિક રોજગારી મળી રહે તેવા હેતુથી જુનાગઢ ગીરનારના દુર્ગમ પહાડોમાં આ શિબિર મારફત નવા એક રુટ ઓપન કરવામાં આવ્યો અને એક રૂટ નિરક્ષણ કરવામાં આવ્યું, આ ગીરનાર ક્ષેત્ર બાયોડાયર્વસીટીથી ભરેલું છે. દશરથ સિંઘ રાવત ચીફ ઈન્સ્ટકટરએ જણાવેલું કે આ રાષ્ટ્રીયકક્ષાની શિબિરને ઈન્ટરનેશનલ લેવલએ લઇ જવા પ્રયત્નો થવા જોઈએ.
મુખ્ય મહેમાન પલ્લવીબેન ઠાકર સ્ટેન્ડીગ કમિટીના ચેરપર્સનએ શીબીરાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે રૂટ ઓપનીગમાં વિષય નિષ્ણાત અને ઇન્સ્ટ્રકટરઓની ખુબ મોટી ભૂમિકા રહેલી છે, તેઓને આ સાહસિક પ્રવૃત્તિના બ્રાંડ એમ્બેસેડર તરીકે નવાજ્યાં હતા. ગૌરવભાઈ રૂપારેલીયા શહેર ભાજપ પ્રમુખએ જણાવ્યું હતું કે મે પણ વિવિધ પર્વતારોહણ શિબિર કરી છે અને આ શિબિરો દ્રારા TEAM (TOGETHER, EVERYONE, ACHIVES, MORE) એકલા કામ કરતા વ્યક્તિઓ કરતા, સમૂહમાં કામ કરતા વ્યક્તિઓથી વધુ સારા પરિણામો પ્રાપ્ત મળી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ