



અંબાજી, 01 માર્ચ (હિ.સ.) હોળીના આડે ગણતરી ના કલાકો બાકી રહ્યા છે ત્યારે પોતાના માદરે વતન જવા લોકોની ભારે તાલાવેલી જોવા મળી રહી છે જેને લઇ યાત્રાધામ અંબાજીમાં બસ સ્ટેશન માં યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો ખાસ કરીને રાજસ્થાની લોકો વેપાર ધંધા મજૂરી ના અર્થે ગુજરાત આવતા હોય છે અને હોળીના તહેવારને અતિ મહત્વ નો ગણાતો હોય હોળીનો તહેવાર પોતાના વતનમાજ માનવતા હોય છે જેને લઇ એકે કહેવત પણ બનેલી છે દિવાળી તો અટે કટે પણ હોળીતો ઘરે જ ...માટે રહી ને ગુજરાતમાં આવેલા રાજસ્થાની લોકો હોળીનો તહેવાર મનાવવા માદરે વતન પહોંચી રહ્યા છે એસટી બસ ની સુવિધા પણ મર્યાદામાં હોઈ મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બસ માં ચઢવા માટે પણ ભારે ધક્કા મૂકી માં વહેલા તે પહેલા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે ને ગમેતેમ બસ માં સવાર થી ઘરે પહોંચવું પડે છે અને એસટી બસો પણ હાઉસ ફૂલ થઇ જતા મુસાફરો ને બસમાં ઉભા રહીને પોતાના વતન તહેવાર માટે પહોંચવું પડી રહ્યું છે ત્યારે અંબાજી એસટી ડેપોના ટ્રાફિક કંટ્રોલર જણાવી રહ્યા છે કે હોળીને લઇ મુસાફરો ના ઘસારા ને લઇ હાલ તબક્કે અમદાવાદ દાહોદ માટે વધુ બસો ફાળવવા માં આવી છે અને રાજસ્થાન માટે પણ ત્રણ મીની બસો મૂકી હોવાનું આર જે પરમાર (એસ ટી ના કન્ટ્રોલર એ જણાવ્યું હતું જોકે એક્સ્ટ્રા બસો મૂક્યા હોવા છતાં યાત્રિકોને પૂર્તિ સુવિધા ન મળતી હોય તેમ જીપ માં બેસીને મોતની મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે અને જીપ ચાલકો પણ બેફામ રીતે જીપોમાં મુસારો મુસાફરો ઉપર નીચે ઠાંસી ઠાંસી ને ભરી લોકોને મુસાફરોના જીવ સાથે ખીલવાડ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ