વલસાડના તિથલ બીચ પર 5મી મેરેથોનમાં 1700થી વધુ દોડવીરોનો ઉત્સાહભર્યો સહભાગ
વલસાડ, 01 માર્ચ (હિ.સ.): વલસાડના તિથલ બીચ પર રવિવારે સન ડે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા 5મી બીચ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1700થી વધુ દોડવીરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. 3, 5, 10 અને 21 કિમી જેવી વિવિધ કેટેગરીમાં સ્પર્ધા યોજાઈ હતી, જેમાં રાજ્
Valsad


વલસાડ, 01 માર્ચ (હિ.સ.): વલસાડના તિથલ બીચ પર રવિવારે સન ડે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા 5મી બીચ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1700થી વધુ દોડવીરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. 3, 5, 10 અને 21 કિમી જેવી વિવિધ કેટેગરીમાં સ્પર્ધા યોજાઈ હતી, જેમાં રાજ્યભરના દોડવીરો જોડાયા હતા.

સૂર્યોદયની મનોહર પૃષ્ઠભૂમિ અને દરિયાની ઠંડી હવામાં દોડવાનો અનુભવ ભાગ લેનારાઓ માટે યાદગાર રહ્યો. રેતાળ કિનારે દોડવાનું અનોખું આકર્ષણ હોવાથી આ મેરેથોનમાં દર વર્ષે દોડવીરોની સંખ્યા વધતી જોવા મળે છે. તિથલ બીચનો લાંબો પટ્ટો આ ઇવેન્ટને ખાસ બનાવે છે.

મેરેથોન શરૂ થવા પહેલાં સહભાગીઓ માટે ઝુમ્બા સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો થી લઈને વડીલો સુધી સૌએ આનંદ લીધો. દોડ દરમિયાન વોટર પોઈન્ટ, મેડિકલ સુવિધા અને રિફ્રેશમેન્ટની સગવડ ઉપલબ્ધ રાખવામાં આવી હતી.

આ ઇવેન્ટ દ્વારા ‘ફિટ ઇન્ડિયા’ અને ‘ક્લીન તિથલ’ જેવા સંદેશો પણ આપવામાં આવ્યા. નાનાં બાળકોથી લઈને વડીલો સુધી સૌએ મેડલ મેળવવા ઉત્સાહપૂર્વક દોડમાં ભાગ લીધો, જ્યારે વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande