




અંબાજી, 01 માર્ચ (હિ.સ.) બેગ પાઇપર બેન્ડ ની સંસ્કૃતિ એક તરફ લુપ્ત થતી જઈ રહી છે કે પછી ક્યાંક ક્યાંક સરકારી વિભાગ માં જ આ બેન્ડ જોવા મળતું હોય છે ત્યારે ગુજરાત ના શક્તિપીઠ અંબાજીમાં આ બેગ પાઇપર બેન્ડ ને જીવનદાન મળ્યું છે અંબાજીની શ્રી શક્તિ સેવા કેન્દ્ર ના ફાઉન્ડર ઉષાબેન અગ્રવાલ દ્વારા સૌપ્રથમ ગબ્બર પંથકમાં ભિક્ષા વૃત્તિ કરતા બાળકોને એડોપ્ત કરીને કુમાર બેગપાઈપર બેન્ડ તૈયાર કર્યું હતું તેની સફળતા બાદ હવે આ શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા અંતરિયાળ વિસ્તાર માં વસતા આદિવાસી લોકોની દીકરીઓ દ્વારા સંચાલિત આદિવાસી બાલિકા બેગ પાઇપર બેન્ડનું નિર્માણ કર્યું છે આ આદિવાસી બાલિકા ઓ જે અંતરિયાળ વિસ્તારમાં રહી અભ્યાસ કરતી હતી જેમને ઘર અને શાળા સિવાય કોઈશહેર જોયું ન હતું તેવી આ આદિવાસી બાળકીઓ ને શ્રી શકતિસેવા કેન્દ્ર ના ફાઉન્ડર ઉષાબેન અગ્રવાલ દ્વારા સતત ટ્રેનિંગ અપાવી ને આદિવાસી બેગપાઈપર બેન્ડ નું લોકાર્પણ કર્યું છે અને આજે એક અનોખા અંદાજમાં એક અલાયદા ડ્રેસ કોડમાં આ બાલિકાઓ બેગ પેપર બેન્ડ દ્વારા મધુર સંગીત થાકી આત્મ નિર્ભર બનવા તરફ ની દિશા એ પગરણ માંડ્યા છે જ્યાં સૌપ્રથમ ભીખે નહિ પણ ભણવા જઇયે તેવા સંકલ્પ સાથે બાળકોને આ કાલા સીખ્વાડ્યા બાદ એક નારી સશક્તિકરણ સાથે શિક્ષણ નો સંદેશો ફેલાવવા માટે આ બાલિકાઓ શ્રી શક્તિ સેવા કેન્દ્ર આ બાલિકાઓ માટે આ શ્રી શક્તિ સેવા કેન્દ્ર આશીર્વાદ રૂપ બન્યું છે આપ જોઈ રહ્યા છો તે બાલિકાઓ જંગલ વિસ્તાર માં રહી લાકડા વીણવા સાથે માટી કામના કર્યો કરતી હતી તેવા વિસ્તારમાં ઉષાબેન અગ્રવાલ પહોંચીને 150 જેટલી દીકરીઓને દત્તક લઇ પોતે પગભર બને અને સાથે પોતાના પરિવાર માટે પણ આશીર્વાદ રૂપ બને તે માટેના પ્રયાસો સાથે તેમને આ બેગપાઈપર બેન્ડની વિશેષ તાલિમ આપીને સુસજ્જ કરવામાં આવ્યા છે આ આદિવાસી બાલિકા બેગપાઈપર બેન્ડ ગુજરાતજ નહિ પરંતુ ભારતભરમાં સૌપ્રથમ એવું બેન્ડ હશે જેમાં આદિવાસી બાલિકાઓ પોતાના અનોખા અંદાજમાં બેગપાઈપર બેન્ડ નું સંચાલન કરી રહી છે જેમ અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટી વખતે વડાપ્રધાનના કાર્યક્રમમાં સફળ પ્રદર્શન બાદ આ આદિવાસી બાલિકા બેગપાઈપર બેન્ડ પોતાની કલા ધ્વરા નારી સશક્તિકરણ નો સંદેશો ફેલાવશે એટલુંજ નહિ આ બેગપાઈપર બેન્ડ માં કામ કરતી બાલિકાઓ જણાવી રહી છે કે અમે આ એક અનોખી કલા શીખી છે ને અમે ક્યારે મોટા શહેરો જોયા નથી પણ આ બેગપાઈપર બેન્ડ થકી અમને અન્ય મોટા શહેરો માં જવાનો મોકો મળ્યો છે એટલુંજ નહિ આ બેગપાઈપર બેન્ડ જે કાર્યક્રમ કરે છે ત્યાં થી પુરુષકાર સ્વરૂપી મળતી રકમ પણ આ બાલિકાઓમાં વહેંચી દેવામાં આવે છે જેનાથી આ આદિવાસી બાલિકાઓના ઘર પરિવાર નો ગુજરાન ચાલી રહે છે અને પોતાના પરિવાર માટે પણ આશીર્વાદ રૂપ બની છે હાલમાં બેગપાઈપર બેન્ડ ની પ્રેક્ટિસ સાથે વધુ અભ્યાસ પણ મેળવી છે ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારનો સુરક્ષા ફોર્સ માં મ્યુઝિશિયન ટિમ પણ હોય છે તેવામાં આ દીકરીઓને સમાવેશ કરવામાં આવે તો તેમને મોટી રોજગારી પણ મળી રહે અને પોતે આત્મનિર્ભર બને તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહી છે આ બેગપાઈપર બેન્ડ ની સતત ત્રણ વર્ષની તાલીમ બાદ આજે આદિવાસી બાલિકાઓ બેગપાઈપર બેન્ડ નો ઉપયોગ કરવા માટે સજ્જ બની છે અને જયારે પણ મહાનુભાવો આવતા હોય છે ત્યારે તેમના સ્વાગતમાં આ કલા પ્રદર્શિત કરતી હોય છે
અંબાજી જોકે આ સંસ્થા ના ફાઉન્ડર ઉષાબેને એક મુલાકાત માં જણાવ્યું હતું કે આ બાલિકાઓ અંતરિયાળ વિસ્તાર માં લાકડા વીણવા અને માટીકામ જેવી પ્રવૃતિઓ સાથે સંકળાયેલી હતી ત્યારે ઉષાબેને આ દીકરીઓ તેમજ તેમના વાલીઓ ને શીખ આપી 150 જેટલી દીકરીઓ ને દત્તક લઇ પોતાના બાલિકા છત્રાલાય માં રાખી ટ્રેનિંગ આપવાનું ભગીરથ કાર્ય કર્યું જેનાથકી આ બાલિકાઓની પ્રતિભાને મોટું પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું છે અને આ બાલિકાઓ સમાજમાં શિક્ષણ સ્વરાજ્ય સશક્તિકરણ સાથે આત્મનિર્ભરનો સંદેશો ફેલાવશે. તેમ ઉષાબેન અગ્રવાલ(ફાઉન્ડર,શ્રી શક્તિ સેવા કેન્દ્ર)પાન્સા, અંબાજીએ જણાવ્યું હતું અંબાજી આ આદિવાસી બાલિકાઓ હાલમાં જયારે બેગપાઈપર બેન્ડ વગાડે છે ત્યારે તેમના દ્વારા વગાડાતું બ્યુગલ બેગ ,બેગપાઈપર ,શેસક્શો ફોન તેમજ ડ્રમ સેટ સહીત વિવિધ વાંજિંદરો ઉપર પોતાના હાથ ની કલાઓ સાથે પગના અલાયદા સ્ટેપ સાથે સંચાલન કરી એક અલાયદું આકર્ષણ ઉભું કરે છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ