મધ્ય પૂર્વીય દેશોમાં સોમવારે યોજાનારી, સીબીએસઇ બોર્ડની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી
નવી દિલ્હી, 01 માર્ચ (હિ.સ.): સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ) એ વર્તમાન પરિસ્થિતિને કારણે મધ્ય પૂર્વીય દેશોમાં સોમવારે યોજાનારી ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. આ આદેશ
CBSC


નવી દિલ્હી, 01 માર્ચ (હિ.સ.):

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ) એ વર્તમાન

પરિસ્થિતિને કારણે મધ્ય પૂર્વીય દેશોમાં સોમવારે યોજાનારી ધોરણ 10 અને 12 ની બોર્ડ

પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.

આ આદેશ સીબીએસઇના બહેરીન, ઈરાન, કુવૈત, ઓમાન, કતર, સાઉદી અરેબિયા

અને સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) માં સંલગ્ન

શાળાઓને લાગુ પડે છે. આજે એક આદેશમાં, બોર્ડે જણાવ્યું હતું કે,” 02 માર્ચે યોજાનારી પરીક્ષાઓની નવી તારીખો પછીથી

જાહેર કરવામાં આવશે.” બોર્ડે સ્પષ્ટતા કરી હતી કે,” તે 3 માર્ચે

પરિસ્થિતિની સમીક્ષા કરશે. તે પછી જ 5 માર્ચ અને તે પછી યોજાનારી પરીક્ષાઓ અંગે નિર્ણય લેવામાં

આવશે.”

સીબીએસઇ પરીક્ષા નિયંત્રક

ડૉ. સંયમ ભારદ્વાજ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં, બધા વિદ્યાર્થીઓ અને વાલીઓને અપડેટ્સ માટે

તેમની સંબંધિત શાળાઓના સંપર્કમાં રહેવા અને ફક્ત સત્તાવાર માહિતી પર આધાર રાખવાની

સલાહ આપવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande