સમી-શંખેશ્વર હાઈવે પર કાર અકસ્માત, જાનહાનિ ટળી
પાટણ, 01 માર્ચ (હિ.સ.)રવિવારે સમી-શંખેશ્વર હાઈવે પર જય કિશન હોટલ નજીક, શંખેશ્વર ત્રણ રસ્તા પાસે કાર અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા આ ઘટના બની હતી. કાર પહેલા રોડની બાજુમાં આવેલા ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ત્યારબાદ એક ટ્ર
સમી-શંખેશ્વર હાઈવે પર કાર અકસ્માત, જાનહાનિ ટળી


પાટણ, 01 માર્ચ (હિ.સ.)રવિવારે સમી-શંખેશ્વર હાઈવે પર જય કિશન હોટલ નજીક, શંખેશ્વર ત્રણ રસ્તા પાસે કાર અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા આ ઘટના બની હતી.

કાર પહેલા રોડની બાજુમાં આવેલા ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ત્યારબાદ એક ટ્રક સાથે ટકરાઈ હતી. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો, પરંતુ કારને નોંધપાત્ર નુકસાન થયું હતું. આ અંગે સમી પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande