
જામનગર, 01 માર્ચ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની વર્તમાન બોડીની મુદત પૂરી થવાને આડે માત્ર અગિયાર દિવસ બાકી છે ત્યારે ચૂંટણીની તૈયારીના ભાગરૂપે જામનગરમાં કોંગ્રેસ આગેવાનોની પ્રથમ બેઠક મળી હતી જેમાં ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવા ચર્ચા થઇ હતી.
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી આગામી સમયમાં યોજાનાર હોય ત્યારે જામનગર શહેર કોંગ્રેસ સમિતિની મેનીફેસ્ટો (ચૂંટણી ઢંઢેરો) તૈયાર કરવા શહેરના ઇન્ચાર્જ લલિત વસોયા,માજી સાસંદ વિક્રમ માડમ, જેપી મારવીય પ્રદેશ કોંગ્રેસ મંત્રી સહારા મકવાણા,શહેર ભાજપ અધ્યક્ષ દિગ્ગુભા જાડેજા, મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ધવલ નંદા,કોર્પોરેટર આનંદ રાઠોડ,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્ય આનંદ ગોહિલ,તોસિફખાન પઠાણ,વકીલ જ્યેન્દ્રસિંહ ઝાલા,કેતન દોઢીયા,પાર્થ પટેલ, સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
મહાનગરપાલિકામાં સતા મેળવવા માટે જામનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્રારા આગોતરું આયોજન તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્રારા દરેક મહાનગરપાલિકા માટે જવાબદારી સોંપી દેવામાં આવી છે. જેમાં જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના ઇન્ચાર્જ લલીત વસોયા, અને જે.પી મારવીયા માજી સાંસદ વિક્રમ માડમ દ્રારા જામનગર મહાનગરપાલિકા ની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્રારા મેનિફેસતો જાહેર કરવામાં આવશે.જે મેનિફેસ્તો 15 મુદ્રાનો તૈયાર કરવામાં આવશે.જે માટે એક કમિટીના મેમ્બરોની મીટીંગ મળી હતી.
આ મીટીંગમાં જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં લોકોની વચ્ચે ભાજપ શાસિત મહાનગરપાલિકા માત્ર વિકાસ ક્ષેત્રે નિષફળ ગયેલ હોવાનો સુર વ્યક્ત કર્યા હતો. શહેરીજનો રોજબેરોજની સમશ્યા ઉકેલવામાં મહાનગરપાલિકા સત્તાધીશો સામે કોંગ્રેસ અરીસો બતાવશે. આ કોંગ્રેસના મેનિફેસસ્ટોમાં શહેરીજનો સફાઈ,લાઈટ, સ્વચ્છ ચોખ્ખું નિયમિત પીવાનું પાણી રોડ જેવી મહાનગરપાલિકા મુખ્ય ફરજ છે તે ભાજપના સત્તાધીશો આપવામાં નિષ્ફળ ગયા છે.
જેને લઈ મુદ્દો કોંગ્રેસના મેનિફેસ્તોમાં આવી મહત્વના મુદ્દો બનાવશે. શહેરના અનેક પ્રશ્નો બજેટમાં સમાવેશ કર્યા પછી પણ તેની અમલવારી કરવામાં આવતી નથી. માત્ર મહાનગરપાલિકા ભાજપના સત્તાધીશોના શાસનમાં વિકાસના કામોમાં ભષ્ટાચાર વ્યાપક થાય છે તેની સામે કોંગ્રેસ પક્ષ દ્રારા અનેકવાર લોકોને સાથે રાખીને કોંગ્રેસે વિપક્ષની ભૂમિકા અદા કરી છે. આ મુદ્દાને લઈ આગામી ચૂંટણીમાં કોંગ્રેસ મેદાનમાં મતદારો પાસે જશે.
ગુજરાત પ્રેદેશ કોંગ્રેસ દ્રારા જામનગર મહાનગરપાલિકામાં સતાના સુકાન કબજે કરવા આગતરી રાજકીય તૈયારી શરૂ કરવામાં આવી છે.જેના ભાગ રૂપે મહાનગરપાલિકા વિકાસના કામો લોકોનો પ્રશ્નો બન્ને બાબત અંગે આ મેનિફેસ્ટો કમિટીમાં અભ્યાસ કરીને તેમાંથી 15 મુદ્રાનો એક જામનગર મહાનગરપાલિકાનો મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવશે.
જેમાં કોંગ્રેસ પક્ષ મહાનગરપાલિકામાં સતા ઉપર આવશે તો શહેરના વિકાસના અને પાયા પ્રશ્ર્નો ઉકલશે શહેરને નવી દિશા અને ખરા અર્થે આપવામા આવશે. આમ જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી આગામી સમયમાં યોજાનાર છે ત્યારે કોંગ્રેસ પક્ષ રાજકીય ગતિ વિધિ તેજ કરી છે. જામનગર મહાનગરપાલિકામાં સતા કબ્જે કરવા કોંગ્રેસ પક્ષ મજબૂત રીતે દરેક બાબતો ઉપર અભ્યાસ હાથ ધરેલ છે.
આ મેનિફેસ્તો કમિટીમાં મહાનગરપાલિકા દરેક વોર્ડના પ્રશ્નો, રાજકીય અને જ્ઞાતિ આધારિત સમીકરણોની આ મેનિફેસ્ટિમાં કમિટીના મેમ્બરો ચર્ચા વિચારણા કરી હોવાનું જાણવા મળે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt